(એ.આર.એલ),શિમલા,તા.૮
જા તમે ઓછા બજેટમાં સુંદર ખીણોથી ઘેરાયેલા પર્યટન શહેર મનાલીની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સમય છે. આ દિવસોમાં મનાલીની હોટલોમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ છૂટ બે મહિના સુધી ચાલશે. પ્રવાસીઓને ટેક્સી અને વોલ્વો બસમાં પણ ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. હિમાચલ ટુરિઝમ ડિપાર્ટમેન્ટની હોટલોમાં ૨૦ થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ખાનગી હોટલોમાં પણ ૫૦ થી ૬૦ ટકા ડિસ્કાઉન્ટ છે. પ્રવાસીઓને આકર્ષવા માટે અન્ય ઘણી સુવિધાઓ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.જુલાઈની શરૂઆતથી મનાલી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ચોમાસાના આગમન બાદ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. અનેક જગ્યાએ ટ્રાફિક જામ છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ચોમાસાની શરૂઆતથી, મનાલીમાં પ્રવાસીઓનું આગમન ઓછું થઈ ગયું છે, જેના કારણે ધંધો ઠપ થઈ ગયો છે. પ્રવાસીઓના અભાવે હોટલો, ટેક્સી અને અન્ય ધંધાર્થીઓ નિÂષ્ક્રય બેઠા છે.
વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓનો પ્રવાહ થંભી ગયો છે. મનાલીમાં પણ ઓછી ભીડ જાવા મળી રહી છે. પ્રવાસીઓને મનાલી અને રાજ્યના અન્ય હિલ સ્ટેશનો પર લાવવા માટે હિમાચલ ટુરિઝમે બે મહિના માટે વિભાગની હોટલોમાં ૨૦ થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ રાખ્યું છે. ખાનગી હોટલો પણ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ બધાની વચ્ચે ફરી એકવાર મનાલી શહેર પ્રવાસીઓથી ધમધમશે તેવી આશા વેપારીઓને છે.જૂનના અંત સુધીમાં મનાલીમાં પ્રવાસીઓની ભારે ભીડ જાવા મળી હતી. પ્રવાસીઓના ધસારાને કારણે ઉદ્યોગપતિઓને ભારે નફો થયો હતો. પરંતુ, ચોમાસાના આગમન સાથે મનાલી આવતા પ્રવાસીઓ અટકી ગયા છે. હોટલોમાં પ્રવાસીઓની સંખ્યામાં ૪૦ થી ૫૦ ટકાનો ઘટાડો થયો છે. વરસાદના કારણે પ્રવાસીઓ પહાડો પર જવાનું જાખમી ગણી રહ્યા છે અને હાલમાં તેઓ અહીંની મુલાકાત રદ કરી રહ્યા છે.