૮માં આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા ગુજરાતના કેવડિયામાં આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. લોકોને નિયમિતપણે યોગ કરવા, સ્વસ્થ આદતને પ્રોત્સાહન આપતા આરોગ્ય મંત્રીએ ટિવટમાં જણાવ્યું હતું કે, રોગથી બચવા અને સુખાકારી માટે દરેક વ્યક્તિએ યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવો જોઇએ.