મનરેગા યોજના હેઠળ કૂવો બનાવવાની વહીવટી મંજુરી આપવા માટે એક વ્યક્તિ પાસેથી ર.૩,૫૦૦ની લાંચ લેતા તાપી ડલવણ ગ્રામ પંચાયતના મનરેગા શાખાના ટેકનીકલ આસિસ્ટંટની  ધરપકડ કરી છે. આ બનાવની વિગત મુજબ ફરિયાદીને મનરેગા યોજના હેઠળ કૂવો બનાવવા માટે ગ્રામ પંચાયતમાં લાભાર્થીના નામની પસંદગી થઈ હતી. જે ગ્રામ પંચાયત તરફથી લાભાર્થીનો કૂવો બનાવવા માટે અરજી તાલુકા પંચાયતની મનરેગા શાખામાં મોકલવામાં આવી હતી.

જેમાં લાભાર્થીનો કૂવો બનાવવા માટે આરોપી ડોલવણ ગ્રામ પંચાયત, મનરેગા શાખાના ટેક્નીકલ આસિસટન્ટ ફતેસિંગ શાંતુભાઇ ચૌધરીએ સ્થળ ચકાસણી કરી, એસ્ટીમેન્ટ બનાવવાની વહીવટી પ્રક્રિયા કરી હતી. બાદમાં વહીવટી મંજૂરી મેળવવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂ.૩,૫૦૦ની લાંચની માંગણી કરી હતી.

બીજીતરફ ફરિયાદીએ  ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ડોલવણ જીઇબી ઓફિસની બાજુમાં ક્રિપા ઝેરોક્ષની બહાર જાળ બિછાવીહતી. જેમાં ફરિયાદી પાસેથી રૂ.૩,૫૦૦ની લાંચ લેતા ફતેસિંગ શાંતુભાઇ ચૌધરીની ધરપકડ કરી હતી.