ધારી સ્થિત મનમંદિર શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સફારી પાર્કની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. શાળામાં અભ્યાસ કરતા બાલમંદિર વિભાગ (અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ), બાલવાટિકાથી લઈને ધોરણ ૧૦ સુધીના તમામ વિદ્યાર્થીઓએ આ પ્રવાસમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ મુલાકાત દરમિયાન વિવિધ પ્રાણીઓ વિશે માહિતી મેળવી, સિંહ દર્શન કર્યા હતા અને ૩D મૂવી પણ જોયું હતું. વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે વિદ્યાર્થીઓની ટેસ્ટ પણ લેવામાં આવી હતી, જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને સફારી પાર્ક તરફથી પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રિન્સીપાલ પ્રિયંકાબેન વ્યાસ અને સમગ્ર સ્ટાફના આયોજનથી આ પ્રવાસ સફળ રહ્યો હતો.