અમદાવાદ મનપામાં વિરોધ પક્ષના નેતાનું પદ છેલ્લા ૧૦ મહિનાથી ખાલી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને આશરે એક વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. છતાં પણ કોંગ્રેસ આ પદ પર કોઇની નિયુક્તિ કરવામાં અસમર્થ રહી છે. અને જેને પગલે અમદાવાદ માનપમાં કોંગ્રેસમાં ચાલતો જુથવાદ સપાટી પર આવ્યો છે.
પૂર્વ વિપક્ષ નેતા કમળા બેનના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષના કોઈ નેતા ના હોવાથી અવાર નવાર કોંગ્રેસ હાંસીને પાત્ર બને છે. ટૂંકસમયમાં મનપાનું બજેટ સત્ર પણ શરૂ થશે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટરોમાં વિરોધ પક્ષના નેતાને લઈ માંગ તીવ્ર બની છે. જેને પગલે કોંગ્રેસ પાર્ટીના ૧૪ કોર્પોરેટરો નવા પ્રદેશ પ્રમુખને મળવા દોડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો હતો. અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વિગેરી પોતાના પદ ઉપરથી રાજીનામાં આપ્યા હતા. જા કે તેમના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો ના હતો.પરંતુ હવે આગામી વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ જાણે ઊંઘમાંથી જાગી હોય તેમ ગુજરાત પ્રભારી તરીકે ડા રઘુ શર્માની નિમણૂંક કરવામાં આવી હતી, અને બાદમાં ગુજરાત માટે પ્રદેશ પ્રમુખની વરણી કરી હતી. જગદીશ ઠાકોરને ગુજરાત રાજ્યના નવા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. વિધાનસભા વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે અમદાવાદ માનપાન કોંગ્રેસના કેટલાક કોર્પોરેટર નું જુથ પ્રદેશ પ્રમુખને મળવા દોડી ગયું હતું. અને મનપામાં વિરોધ પક્ષના નેતાની નિયુક્તિ કરવા બાબતે રજૂઆત કરી હતી.
આ તમામ કોર્પોરેટરોએ દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ ખાનને વિપક્ષ નેતા બનાવવાનો વિરોધ કર્યો છે. આ માટે તેઓ અગાઉના પ્રમુખ અને પ્રભારીને લેખીતમાં રજૂઆત કરી ચૂક્યા છે. કોર્પોરેટર રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા, ઈકબાલ શેખ સહિતના સિનિયર કોર્પોરેટરોએ શહેઝાદ ખાનને વિપક્ષ નેતા ના બનાવવાની માંગ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રભારી પદે ડા રઘુ શર્માની પસંદગી થયા બાદ પણ આ કોર્પોરેટરોએ તેમને મળીને કોર્પોરેશનમાં વિપક્ષ નેતા પદ માટે રજૂઆત કરી હતી. અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા માટે ઈકબાલ શેખ, શહઝાદ પઠાણ, કમળાબેન ચાવડા અને રાજશ્રી કેસરીના નામોની ચર્ચા ચાલી રહી છે. જા કે આ નામ જાહેર ના કરવા પાછળ પાર્ટીમાં આંતરિક ખેંચતાણને માનવામાં આવી રહી છે.