એક વખત ઘોડા ની હરીફાઈ યોજવામાં આવી હતી તેથી ઘોડાની હરીફાઈ સમગ્ર રાજ્યની હોવાથી ઘણા બધા લોકો જોવા માટે આવ્યા હતા. ઘણા ઘોડાના માલિકો ઘોડાઓને લઈને હાજર રહ્યાં અને લગભગ સમગ્ર રાજ્યના 50,000 ઘોડાઓ આ હરીફાઈમાં હાજર રહ્યા હતા. આ હરીફાઈમાં જીતવા માટે દરેક ઘોડાઓને તેમના માલિકોએ અગાઉના સાત દિવસ અગાઉથી જ ઘોડાઓને સ્ફૂર્તિ આપે એવો ખોરાક આપતા હતા.
હરીફાઈ ચાલુ થવાની હજુ થોડી એવી વાર હતી. દરેક ઘોડે સવાર ને એક નિશ્ચિત કરેલા યોગ્ય અંક આપવામાં આવ્યા. આ અંક આપવાથી સરળતાથી જાણી શકાય કે કયો ઘોડો હરીફાઈમાં સૌથી આગળ છે અને કેટલો અંક ધરાવતો ઘોડો હરીફાઈ જીત્યો છે. એક વ્યક્તિએ આવીને ઝંડા નો ઈશારો કર્યો એટલે તરત જ હરીફાઈ ચાલુ થઈ ગઈ. બધા જ ઘોડાઓ પૂરી તાકાત લગાવીને વધારે ઝડપથી દોડવાની કોશિશ કરી રહ્યા હતા અને ઘોડે સવારો પણ પોતાનો ઘોડો સૌથી વધારે ઝડપથી દોડે તે માટે ચાબૂક મારી રહ્યા હતા.
આ હરીફાઈમાં 76 અંક ધરાવતો ઘોડો પ્રથમ સ્થાને આવ્યો.  અને ઘોડાના માલિકને ઇનામ આપી વિદાય આપવામાં આવી. હવે થોડો સમય વીત્યા પછી એક દેશની ઘોડાની હરીફાઈ યોજવામાં આવી. આ હરીફાઈમાં સમગ્ર દેશના બધા જ રાજ્યના પ્રથમ સ્થાને આવેલા ઘોડાઓને જ આ હરીફાઈમાં જોડાવાનું હતું. તે માટે 76 નંબર  ધરાવતો કાળા રંગનો ઘોડો પણ આ હરીફાઈમાં જોડાયો. પરંતુ બન્યું એવું કે હરીફાઈ ચાલુ થવાની હજી વાર હતી તે પહેલા આ 76 નંબર ધરાવતા ઘોડા ને પગમાં  વાગ્યું અને પોતાના પગમાં ઊંડો ઘા વાગવાથી લોહી નીકળવાનું ચાલુ થયું.  અને ઘોડો આમ-તેમ દોડવા લાગ્યો.
હરીફાઈ ચાલુ થઈ ચૂકી હતી. છતાં પણ આ ઘોડો હજુ આમ તેમ દોડ તો જ હતો.  કોઈના પણ કાબૂમાં રહે તેમ ન હતો.  પરંતુ થોડા જ સમયના એક અપરીચીત યુવાન આવે છે અને નીડરતાથી પહેલા ઘોડા ઉપર બેસી જાય છે. ત્યાર પછી વહાલથી તે ખોડાની  ઉપર હાથ મૂકીને ઘોડાના મસ્તક ઉપર હાથ ફેરવે છે આમ કરતાંની સાથે જ ઘોડો શાંત થઈ જાય છે. ત્યાર પછી પેલો અપરીચીત યુવાન આ ઘોડાને લઈને હરીફાઈમાં ઉતરે છે.
હરીફાઈમાં જતાની સાથે જ આ ઘોડો ખૂબ જ તીવ્ર ગતીએ દોડવા લાગે છે. અને ક્ષણ માત્રમાં જ આ  ઘોડો અન્ય હરીફો ની આગળ નીકળી જાય છે અને પ્રથમ સ્થાન મેળવે છે. સમગ્ર માનવ મેદની આશ્ચર્યથી આ દ્રશ્ય જોવે છે. બધા જ ઉપસ્થિત દર્શક મિત્રો સ્તબ્ધ થઈ જાય છે. હરીફાઈ પૂર્ણ થતા આ ઘોડાનો માલિક આ અપરિચિત વ્યક્તિને ભેટી પડે છે. અને એમને જે  ઈનામ પ્રાપ્ત થયું હતું તેમાંનું 50% ઇનામ આ અપરિચિત વ્યક્તિને આપી દે છે.
પરંતુ હવે ઘોડા નો માલિક આ અપરિચિત વ્યક્તિ ને એક પ્રશ્ન પૂછે છે;  યુવાન… તમે આ ઘોડા ને શાંત કેવી રીતે કર્યો? ઘોડાના પગમાં ઉંડો ઘા હોવા છતાં પણ તમે આ હરીફાઈ કેવી રીતે જીત્યા…? ત્યારે આ અપરિચિત વ્યક્તિ એ સુંદર જવાબ આપતા કહ્યું; શેઠ આ ઘોડાના પગમાં ઘા વાગવાથી તેમને દુઃખ થતું હતું તે વાત તમારી તદ્દન સાચી. પરંતુ આ ઘોડાનું મન જ્યાં ઘા વાગ્યો હતો ત્યાં જ કેન્દ્રિત હતું. તેથી તેમના મનની સ્થિરતા જળવાઈ શકી નહીં  અને પરિણામે અસ્થિર મન થતાં તે આમ તેમ દોડવા લાગ્યો. પરંતુ મેં આ ઘોડાનું મન શાંત કરી તેમના મનની એકાગ્રતા વધારી તેથી આ બધું જ શક્ય બન્યું.
વાચકમિત્રો આ ઘટના પરથી કહેવાનું તાત્પર્ય એ છે કે..;  માનવીને શારીરિક નુકસાન થાય તેના કરતાં માનસિક નુકસાન વધારે આફતનું કારણ બને છે. તેથી પ્રત્યેક માનવી એ પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાનું મન સ્થિર રાખીને તે પરિસ્થિતિનો સામનો કરે તો દરેકે દરેક પરિસ્થિતિનો ઉકેલ મળી જાય છે. જે માનવીનું મન એકાગ્રહ હોય છે તે માનવીની નિર્ણય શક્તિ વધે છે તદુપરાંત એકાગ્રહતા ધરાવતા માનવી નો સ્વભાવ પણ શાંત અને આકર્ષિત બને છે. માટે વિપરીત પરિસ્થિતિમાં શાંત માન રાખીને એકાગ્રતાથી કાર્ય કરીએ તો સફળતા ના શિખર સરળતાથી સર કરી શકીયે છીએ. આવો ભારતને ભવ્ય બનવવા મહાન સફળતા પ્રાપ્ત કરીયે અને ભારત ને વિશ્વગુરુ બનાવીએ. વંદેમાતરમ.