મધ્ય પ્રદેશની એક યુવતીને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ યુવતી પર પ્રેમનું એવુ ભૂત સવાર થયું હતું કે, યુવતી સરહદ પાર કરવા નિકળી પડી હતી. અમૃતસરમાં અટારી બોર્ડર પર પહોંચી ગઈ છે. યુવતીએ પોતાના પ્રેમની મળવા માટે પુખ્તો બંદોબસ્ત કરી લીધો હતો. તેની પાસે પાકિસ્તાન જવા માટે વિઝા અને પાસપોર્ટ પણ હતો. યુવતીના પરિજનોને પણ તે પાકિસ્તાન જતી રહેશે તેવો ડર હતો. એટલા માટે તેમણે પહેલાથી જ યુવતી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જોહેર કરી દીધી હતી. તેના કારણે યુવતી જેવી અટારી પહોંચી, તેને પાકિસ્તાન જતાં પોલીસે રોકી લીધી હતી. ગત શનિવારે તમામ કાર્યવાહી કર્યા બાદ પંજોબ પોલીસે મધ્ય પ્રદેશ પોલીસને સોંપી દીધી હતી.
પોલીસને મળેલી વિગતો અનુસાર, ૨૪ વર્ષિય ફિઝા ખાન સોશિયલ મીડિયા પર કરાંચીના દિલશાદ નામના યુવક સાથે લાંબા સમયથી ચેટીંગ કરી રહી હતી. આ તમામની વચ્ચે એક બીજોને સારી રીતે જોણ્યા બાદ બંને વચ્ચે પ્રેમ થયો. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. દિલશાદે તેને વિઝા અપાવવા માટે મદદ કરી. ફિઝા રીવાથી એક સ્કૂલમાંથી શિક્ષિકા છે. દરરોજની માફક તે સ્કૂલે જતી હોવાનું કહી ઘરેથી નિકળી અને પછી પાછી ઘરે ગઈ જ નહીં. પરિવારના લોકો તેને ચાર દિવસથી શોધી રહ્યા છે. ૧૪જૂને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ફિઝાના પરિવારના લોકો પાકિસ્તાન જશે તેવી વાત કરી ચુક્યા હતા. તેના પરિવારને પણ ફિઝા પાકિસ્તાન પહોંચી ગઈ તો નથી તેવો હંમેશા ડર રહેતો. જો કે, ફિઝા પાકિસ્તાન જતી ન રહે તે માટે પરિવારના લોકોએ લુકઆઉટ નોટિસ પણ જોહેર કરી દીધી હતી. જેને લઈને બોર્ડર પર પોલીસને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
પરિજનોને શક સાચો પડ્યો. ફિઝા ૨૩ જૂનના રોજ પાકિસ્તાન જવા માટે અટારી બોર્ડર પર પહોંચી ગઈ હતી. તે સરહદ પાર કરવા માટેની ઔપચારિકતા પુરી કરી રહી હતી. કસ્ટમ વિભાગ પાસે તેના નામનું લુકઆઉટ નોટિસ પહોંચી. તપાસ કર્યા બાદ ફિઝાને પાકિસ્તાન જતાં રોકવામાં આવી, હાલમાં તેને સમજોવી -મનાવીને પરિવારના લોકો પાસે મોકલી દેવામાં આવી છે.