મધ્યપ્રદેશના રાજગઢમાં ઓનલાઈન ગેમએ યુવકની જિંદગી છીનવી લીધી છે. યુવકે ટ્રેનના પાટા પર સૂઈ જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. યુવક ઓનલાઈન ગેમ તીનપત્તી રમતો હતો. તેમાં તે ૧૦ લાખ રુપિયા હારી ગયો હતો. તેણે ઘણા લોકો પાસેથી દેવું લઈને રાખ્યું હતું. તે કારણે યુવક દબાણમાં હતો અને એક મહિનાથી ચૂપચાપ રહેતો હતો.
ઘટના રવિવારની રાત્રે બ્યાવરા પાસે પડોનિયા ગામની છે. યુવકનો મૃતદેહ રેલવે ટ્રેક પર પડ્યો હતો. તેની સૂચના લોકોએ પોલીસને કરી. મૃતદેહની ઓળખાણ ૩૦ વર્ષિય દાંગીના રુપે થઈ છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ જ કઈ કહેવું શક્ય છે.
વિનોદને ઓળખતા લોકોનું કહેવું છે કે વિનોદ ત્રણ મહિના પહેલા ૩ પત્તી ગેમ રમી રહ્યો હતો. તેને ૩ પત્તીની ટેવ પડી ગઈ હતી. તીન પત્તીની ગેમ રમવા માટે તે પોતાના કોમ્પ્લેક્સના દુકાનદારો પાસેથી રુપિયા લેતો હતો. તેમાં તે ૧૦ લાખ રુપિયા પણ હારી ચૂક્યો હતો. તે દુકાન પર બેસીને દિવસભર ગેમ રમ્યા કરતો હતો.
વિનોદ ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. વિનોદ પરિણિત હતો, તેના બે દીકરા પણ છે. થોડા દિવસો પહેલા જ તે ઘરમાં ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કરી ચૂક્યો છે. પરિવારની નજર પડી તો તેને બચાવી લીધો હતો.
વિનોદના પિતા હેમરાજ દાંગી મોટા ખેડૂત છે. સાથે જ બ્યાવરામાં ભોપાલ રોડ પર સરપંચ ઢાબાની પાસે તેમનું મોટું કોમ્પ્લેક્સ પણ છે. તેમાં ૭થી ૮ દુકાનો છે. વિનોદ તે કોમ્પ્લેક્સ જાતો હતો અને દિવસભર ત્યા બેસી રહેતો હતો. ઓનલાઈન તીન પત્તી ગેમની ટેવ પણ અહીંથી જ લાગી. તે ગેમમાં રકમ હારતો ગયો અને દુકાનદારો પાસેથી ઉધાર લેતો ગયો. ત્રણ મહિનામાં જ તે ૧૦ લાખ રુપિયા હારી ગયો. પોલીસ મંગળવારે પોસ્ટમોર્ટમ કરાવશે. પરિવારનું નિવેદન લેવામાં આવશે ત્યારબાદ જ પોલીસ કઈક આગળ કહી શકે તેમ છે.