(એ.આર.એલ),ગાઝા,તા.૩
ઈઝરાયેલ પર ઈરાનમાં હમાસ ચીફ હાનિયાની હત્યા કરવાનો આરોપ છે. આ પછી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીધા યુદ્ધનો તણાવ વધી ગયો છે. દરમિયાન, અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેના વધારાના ફાઇટર જેટ અને નૌકાદળના યુદ્ધ જહાજા તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. પેન્ટાગોને શુક્રવારે આ જાણકારી આપી. પેન્ટાગોને કહ્યું કે તે ઇરાન અને તેના સહયોગી હમાસ અને હિઝબુલ્લાહ તરફથી મળેલી ધમકીઓ બાદ વોશિંગ્ટન સુરક્ષાને મજબૂત કરવા માંગે છે.
યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વ અને યુરોપમાં વધારાના નેવી ક્રુઝર અને વિનાશક મોકલવાની મંજૂરી આપી હતી, જે બેલેસ્ટક મિસાઈલોને તોડી શકે છે. અમેરિકા મધ્ય પૂર્વમાં ફાઇટર પ્લેનની વધારાની ટુકડી પણ મોકલી રહ્યું છે. રશિયાનું આઇએલ-૭૬ એરક્રાફ્ટ જે હથિયારોના પરિવહનનું કામ કરે છે તે તેહરાનમાં તૈનાત કરી દેવાયું છે. તુર્કીની એરલાઈન સસ્પેન્ડ કરી દેવાઈ છે. અમેરિકાએ વધારાના હથિયારી જહાજા અને જેટ ફાઈટર સ્ક્રોવોડ્રોનને મધ્યપૂર્વમાં તૈનાત કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે.પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓસ્ટને યુએસ સૈન્યની સુરક્ષામાં સુધારો કરવા, ઇઝરાયેલના સંરક્ષણ માટે સમર્થન વધારવા અને યુનાઇટેડ સ્ટેટ્સ વિવિધ પ્રકારની આકસ્મક પરિસ્થતિઓનો જવાબ આપવા માટે તૈયાર છે તેની ખાતરી કરવા માટે યુએસ લશ્કરી મુદ્રામાં ગોઠવણ કરવા જણાવ્યું હતું.જ્યારે ઈરાને ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયલી પ્રદેશ પર હુમલો કર્યો ત્યારે યુએસ સેનાએ ૧૩ એપ્રિલ પહેલા જ મધ્ય પૂર્વમાં તૈનાતી વધારી દીધી હતી. આ પછી અમેરિકાએ આશંકા વ્યક્ત કરી હતી કે આવો હુમલો ફરી થઈ શકે છે. અમેરિકાએ ડ્રોન અને મિસાઈલને રોકવા માટે મધ્ય પૂર્વ સમુદ્રમાં તૈનાતી વધારી દીધી છે.ઇઝરાયેલે અત્યાર સુધીમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય સહયોગીઓની મદદથી તેના લગભગ ૩૦૦ જેટલા ડ્રોન અને મિસાઇલોને સફળતાપૂર્વક તોડી પાડી છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે જા બિડેને ગુરુવારે નેતન્યાહુ સાથે ફોન કોલમાં મિસાઇલ અને ડ્રોન જેવા જાખમો સામે ઇઝરાયેલને ટેકો આપવા માટે નવી યુએસ સંરક્ષણાત્મક લશ્કરી તૈનાતીની ચર્ચા કરી હતી.