કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ શરૂ થયો છે. બિહારમાંથી નીકળેલી ચિંગારી યુપી, હરિયાણા, હિમાચલ સહિતના અન્ય રાજ્યો સુધી પહોંચી ગઈ છે. દુઃખદ વાત એ છે કે હરિયાણાના રોહતકમાં આ યોજનાના વિરોધમાં એક વિદ્યાર્થી આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ પલવલમાં હોબાળો કરી રહેલ વિદ્યાર્થીઓએ પોલીસની ત્રણ ગાડીને સળગાવી દીધી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ચૂંટણી અભિયાન માટે જઈ રહેલી મોદીની રેલીમાં વિરોધ વ્યક્ત કરવા જઈ રહેલા યુવાઓને રોકવામાં આવ્યા હતા. યુપીમાં પણ અભિયાનની વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા હતા.
એક યુવકે આજે રોહતકની પીજી હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. યુવકનું નામ સચિન હતું. તે જીંદ જિલ્લાના લિજવાન ગામનો રહેવાસી છે. તે સેનાની ભરતીની નવી પોલીસી અગ્નિપથથી હેરાન હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું કે સેનાની ભરતી કેન્સલ થવાથી અને ચાર વર્ષની અગ્નિપથ યોજના આવવાથી નારાજ થઈને સચિને આ પગલુ ભર્યું છે. દેખાવકારોએ ગુરુવારની સવારથી જ મુંગેરમાં પટના-ભાગલપુર મુખ્ય માર્ગને સાફિયાબાદની પાસે જોમ કરી દીધો છે. નવાદામાં ઘણા યુવાઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધ પ્રજોતંત્ર ચોક પર દેખાવો કરી રહ્યા છે. બીજી તરફ, જહાનાબાદમાં વિદ્યાર્થીઓએ ગયા-પટના રેલવેટ્રેકને જોમ કરી શહેરમાં વિવિધ જગ્યાઓએ આગ લગાવી છે.
જહાનબાદમાં વિદ્યાર્થીઓએ પટના-ગયા રેલખંડને ટાર્ગેટ બનાવતાં પટના-ગયા મેમુ ગાડીને જહાનાબાદ સ્ટેશનની પાસે રોકીને દેખાવો કર્યા હતા. ટ્રેન રોકવાની માહિતી પછી રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વિદ્યાર્થીઓને સમજોવવામાં લાગી હતી. બીજી તરફ વિદ્યાર્થીઓએ શહેરના સ્ટેશન વિસ્તારના કાકો મોડની પાસે રસ્તા પર આગ લગાવીને રસ્તાને જોમ કરી દીધો હતો બક્સરમાં પણ સેના બહાલીમાં ટૂર ઓફ ડ્યૂટી હટાવવાને લઈને બીજો દિવસે પણ દેખાવો થયા છે. દેખાવો કરતાં-કરતાં મોટી સંખ્યામાં યુવકો કિલા મેદાનના રસ્તાઓ પર નીકળી પડ્યા હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા ઉમેદવારોએ નારાઓ લગાવ્યા હતા. જોકે દેખાવોની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો.
નવાદાના પ્રજોતંત્ર ચોક અને રેલવે સ્ટેશનની પાસે દેખાવકારો દ્વારા રસ્તાને જોમ કરીને નારેબાજી કરવામાં આવી હતી. એ પછી કેટલાક ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ નવાદા સ્ટેશન પર પહોંચીને ત્યાં ટ્રેક પર લાગેલા નટ બોલ્ટને પણ ખોલી નાખ્યા છે. દેખાવકારોમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. સિવાનમાં પણ અગ્નિપથ યોજનાને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારોએ દેખાવો કર્યા હતા. અહીં યુવાઓએ જેપી ચોક, સ્ટેશન મોડ અને રેલવેટ્રેકને જોમ કરીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક ઉમેદવારો હાથમાં વાસ લઈને વિવિધ જગ્યાએ આગ લગાવતા પણ જોવા મળ્યા હતા.છપરાના દુધઈલા મોડની નજીક યુવાઓએ રસ્તો જોમ કરીને આગ લગાવી હતી. આ દરમિયાન ઉમેદવારોએ અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ કર્યો હતો. છપરાના મશરખમાં પણ યુવાઓએ સરકારની સ્કીમની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. તેમણે છપરા થાવે રેલવે લાઈન પર દેખાવો કરતા ટ્રેનને રોકી દીધી.
અગ્નિપથની નારાજગી યુપી સુધી પહોંચી ગઈ છે. ઉન્નાવના શુક્લાગંજમાં યુવાઓએ મરહલા ચાર રસ્તા પર દેખાવો કર્યા હતા. યુવાઓએ હાથમાં તખ્તી અને પોસ્ટર લઈને રક્ષા મંત્રી અને મોદી, યોગી મુર્દાબાદના નાર લગાવ્યા હતા. આ અંગેની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઓફિસ સમજોવ્યા હતા. આ સિવાય અગ્નિપથ સ્કીમના વિરોધમાં બુલંદશહેરમાં જોરદાર દેખાવો થયા હતા. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકારની વિરુદ્ધ નારેબાજી કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે ભારત સરકારના નિર્ણયથી અમને શરમ આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પહોંચે તે પહેલા ગગલમાં યુવાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઘણા વર્ષોથી સેનામાં ભરતીની તૈયારીમાં લાગેલા યુવા અગ્નિપથ ભરતી યોજનાનો વિરોધ કરી રહ્યાં છે. તેઓ મોદી સમક્ષ વિરોધ કરવા માટે ધર્મશાળા જવાની કોશિશ કરી રહ્યાં હતા, જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા.
હરિયાણાના ગુરુગ્રામમાં વિદ્યાર્થીઓએ અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હી-જયપુર હાઈવેને જોમ કરી દીધો છે. રસ્તાઓ પર બેઠેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે પહેલા તો ત્રણ વર્ષથી સેનામાં ભરતી થઈ રહી નહોતી. હવે માત્ર ચાર વર્ષની નોકરીની યોજના લાવવામાં આવી છે. આ અમારી સાથે અન્યાય છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં હરિયાણાના રેવાડીમાં મોટી સંખ્યામાં યુવકોએ બસ સ્ટેન્ડ પાસે હોબાળો કર્યો હતો. યુવાઓએ પોલીસની બેરિકેડ્‌સ તોડી નાંખી અને સરકારની વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાવ્યા હતા. તણાવના પગલે આસપાસના બસસ્ટેન્ડ સંપૂર્ણ રીતે બંધ થયા છે.
ગ્વાલિયરના ગોળાના મંદિરમાં સેનાની ભરતીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ ચક્કાજોમ કર્યો છે. આ દરમિયાન રસ્તા પર ટાયર સળગાવીને વિદ્યાર્થીઓ દેખાવો કર્યા હતાં કેન્દ્ર સરકારે ૧૪ જૂને સેનાની ત્રણેય પાંખ- આર્મી, નેવી અને એરફોર્સમાં યુવાઓની મોટી સંખ્યામાં ભરતી માટે અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત યુવાનોએ ૪ વર્ષ માટે ડિફેન્સ ફોર્સમાં સેવા આપવાની રહેશે. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે સરકારે આ પગલુ સેલેરી અને પેન્શનના બજેટને ઘટાડવા માટે ઉઠાવ્યું છે.’ારેબાજી કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને ભગાવ્યા હતા. તણાવના પગલે આસપાસના બસસ્ટેન્ડ સંપૂર્ણ રીતે બંધ થયા છે.
ગ્વાલિયરના ગોળાના મંદિરમાં સેનાની ભરતીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ ચક્કાજોમ કર્યો છે. આ દરમિયાન રસ્તા પર ટાયર સળગાવીને વિદ્યાર્થીઓ દેખાવો કર્યા હતાં કેન્દ્ર સરકારે ૧૪ જૂને સેનાની ત્રણેય પાંખ- આર્મી, નેવી અને એરફોર્સમાં યુવાઓની મોટી સંખ્યામાં ભરતી માટે અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત યુવાનોએ ૪ વર્ષ માટે ડિફેન્સ ફોર્સમાં સેવા આપવાની રહેશે. હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે સરકારે આ પગલુ સેલેરી અને પેન્શનના બજેટને ઘટાડવા માટે ઉઠાવ્યું છે.