મધ્યપ્રદેશ રાજ્ય ચૂંટણી પંચે શુક્રવારે રાજ્યમાં ૨૫ જૂનથી શરૂ થનારી પંચાયત ચૂંટણીના કાર્યક્રમની જોહેરાત કરી છે. આ ચૂંટણીમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. રાજ્ય ચૂંટણી કાર્યાલયના એક અધિકારીએ આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે પ્રથમ તબક્કાનું મતદાન ૨૫ જૂને, બીજો તબક્કાનું ૧ જુલાઈએ અને ત્રીજો અને અંતિમ તબક્કાનું મતદાન ૮ જુલાઈએ થશે.
તેમણે કહ્યું કે પંચથી લઈને જિલ્લા પંચાયતના સભ્યો સુધીના વિવિધ પદો માટે ૮ જુલાઈ, ૧૧ જુલાઈ, ૧૪ જુલાઈ અને ૧૫ જુલાઈએ મતગણતરી કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે નામાંકન પ્રક્રિયા ૩૦ મેથી શરૂ થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૦ જૂન છે. રાજ્યના કુલ ૫૨ જિલ્લાઓમાં, જિલ્લા પંચાયત સભ્યોની સંખ્યા ૮૭૫ છે, જનપદ પંચાયત સભ્યોની સંખ્યા (૩૧૩
જિલ્લાઓ) ૬,૭૭૧, સરપંચ ૨૨,૯૨૧ અને પંચ ૩,૬૩,૭૨૬ છે. તેમણે કહ્યું કે આ સિવાય નવેમ્બર ૨૦૨૨માં ૯૧ ગ્રામ પંચાયતોનો કાર્યકાળ પૂરો થશે, તેથી આ પંચાયતોની ચૂંટણીનો સમયપત્રક પછીથી અલગથી જોહેર કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ ચૂંટણીઓમાં કુલ ૩,૯૩,૭૮,૫૦૨ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે તેમાં ૨,૦૩,૧૪,૭૯૩ પુરૂષો, ૧,૯૦,૬૨,૭૪૯ મહિલાઓ અને ૯૬૦ અન્ય છે. તેમણે કહ્યું કે જીઈઝ્ર એ રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ કરાવવા માટે ૭૧,૬૪૩ મતદાન મથકો સ્થાપ્યા છે.