સલમાન ખુર્શીદના પુસ્તકનો વિવાદ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે સલમાન ખુર્શીદની બુકને હવે તેમના રાજ્યમાં બૈન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશને ખંડિત કરવાની વાત કરે છે. જેમા સલમાન ખુર્શીદે પણ તેની બુક સનરાઈઝ ઓવર અયોધ્યામાં તેજ વિચારને આગળ વધાર્યો છે.
સમગ્ર મામલે ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ એવું પણ કહ્યું કે બુકને બૈન કરવા માટે તેઓ કાયદાના જોણકારોની પણ સલાહ લેશે. મીડિયા સાથે વાતચીત કરતા તેમણ કહ્યું કે સલમાન ખુર્શીદે ઘણી વિવાદીત પુસ્તક છાપી છે. વધુમાં તેમણે કહ્યું કે હિન્દુત્વને ખંડિત કરવાનો તેમજ હિંન્દુને જોતીમાં વહેચવાનો કોઈપણ અવસર આ લોકો નથી છોડતા.
નરોત્તમ મિશ્રાએ કહ્યું કે હિન્દુત્વ વીશે સુપ્રીમ કોર્ટ કહી ચુકી છે. જેમા હિન્દુત્વ એક જીવનપદ્ધતી છે. જેના પર સવાલો ઉઠાવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હવે સ્પષ્ટ કરે કે તેઓ આખરે કોની સાથે છે. સાથેજ તેમણે કહ્યુ કે તેઓ મધ્યપ્રદેશમાં કાયદાના જોણકારો પાસે વિચાર વિમર્શ કરીને આ બુકને બૈન કરશે.
ઉલ્લેખનીય છે કે ખુર્શીદની બુકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠન આઇએસઆઇએસ અને બોકો હરામ સાથે કરવામાં આવી છે. જેને લઈને ભાજપ સહિત હિંદુવાદી સંગઠનો આ પુસ્તકનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે ખુર્શીદે હિન્દુત્વનું અપમાન કર્યું છે. જેના કારણે ભારતની આસ્થાને નુકશાન થયું છે.