મધ્યપ્રદેશના બરવાનીમાં એક ડેપ્યુટી કલેક્ટર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડેપ્યુટી કલેકટરની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગની એક મહિલા કર્મચારીએ ડેપ્યુટી કલેક્ટર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.
મહિલા કર્મચારીની ફરિયાદ બાદ ડેપ્યુટી કલેક્ટરની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. એક અધિકારીએ જણાવ્યું કે મહેસૂલ વિભાગની એક મહિલા કર્મચારીએ ૨૯ એપ્રિલે ફરિયાદ કરી હતી કે ૨૦૧૬માં બરવાનીના તત્કાલીન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત અભય સિંહ ખરાડીએ તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો.
બરવાની મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અલકા મોનિયાએ જણાવ્યું કે ફરિયાદ બાદ ખરાડીની ગુરુવારે રાત્રે ભોપાલથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, મહિલા કર્મચારીએ કહ્યું કે આરોપી ખરાડીએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ડેપ્યુટી કલેક્ટર હાલમાં ઉજ્જૈનમાં તૈનાત હતા. તેમણે કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર ખરાડીને શુક્રવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. વધુ તપાસ ચાલુ છે.