મધ્યપ્રદેશ જિલ્લાના થાંદલાથી કોંગ્રેસના ધારાસભ્ય વીર સિંહ ભૂરિયાનો નળ જળ યોજનામાં ટાંકી બનાવી રહેલા સુપરવાઈઝરને ચંપલથી મારવાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. વીડિયો પાંચ દિવસ જુનો ગામ કચલદરાનો હોવાનું કહેવાઈ રહ્યું છે. ધારાસભ્ય પાણીની ટાંકીના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવા ગયા હતા. ક્વોલિટીને લઈને તે સુપરવાઈઝર પર ગુસ્સે થયા હતા અને મારામારી કરી હતી.
થાંદલાના ધારાસભ્ય વીર સિંહ ભૂરિયા અગાઉ પણ આ પ્રકાર વર્તન ચુક્યા છે. ૨૦૧૯માં કોંગ્રેસની સરકારના સમયે બાઈક પર ત્રણ સવારીએ જતા જૉઈને પોલીસે કેટલાક કાર્યકર્તાઓનું ચલાન બનાવ્યું હતું. એ સમયે ધારાસભ્ય ભડક્યા હતા અને પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરવા સુધીની ધમકી આપી હતી. જિલ્લાના મુખ્યાલય પર પંચાયત ચૂંટણીને લઈને કોંગ્રેસની જિલ્લા સ્તરીય બેઠક થઈ હતી. આ બેઠકમાં પૂર્વ મંત્રી વિજય લક્ષ્મી સાધો, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય કાંતિલાલ ભૂરિયા સામેલ થયા, જૉકે વીર સિંહ ભૂરિયા આ મહત્વપૂર્ણ બેઠકમાં પહોંચ્યા નહોતા.
ધારાસભ્યએ સુપરવાઈઝરને ચંપલ માર્યું હોવાનો વીડિયો બહાર આવ્યા પછી કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જૉકે તેમણે કહ્યું કે તે આ મામલામાં કઈ જ કહેવા માંગતા નથી. જૉબુઆ જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નિર્મલ મહેતા કહે છે કે તેમને વાઈરલ વીડિયો વિશે કોઈ જ માહિતી નથી. ગુરુવારે થાંદલાના ધારાસભ્ય સાથે આ મામલામાં વાતચીત કરશે, તે પછી જ કઈંક કહી શકશે.
ચાંદલાથી કોંગ્રેસના ધારાસભ્ય વીર સિંહ ભૂરિયા તેમના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં શ્યોપુરમાં એક સભામાં લોકોને સંબોધિત કરતા ભૂરિયાએ કહ્યું હતું કે જે ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ગયા હતા, તેમને હવે ચંપલ પડી રહ્યાં છે. તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ ચંપલ પડ્યા હોવાની વાત કહી હતી. એટલું જ નહિ ભૂરિયાએ પોતાની પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ વિશે કહ્યું હતું કે ૮૫ના વૃદ્ધ આમથી આમ જઈ રહ્યાં છે.