મધ્યપ્રદેશના સાગર જિલ્લાના શાહપુરમાં દિવાલ ધરાશાયી થવાથી બાળકોના મોતનો બીજા કિસ્સો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં લગભગ ૮ બાળકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બાળકો માટીનું શિવલિંગ બનાવવા માટે ભેગા થયા હતા અને અચાનક તેમના પર માટીની દિવાલ પડી.
હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું હતું. ૪ ઓગસ્ટ રવિવારના રોજ પણ શિવલિંગ બનાવવાની કામગીરી ચાલુ હતી. રજાનો દિવસ હોવાથી ૮ થી ૧૪ વર્ષની વયના અનેક બાળકો પણ ત્યાં શિવલિંગ બનાવવા પહોંચ્યા હતા. શિવલિંગના નિર્માણ દરમિયાન અચાનક મંદિર પરિસરની નજીક આવેલી પચાસ વર્ષ જૂની માટીની દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો.
હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું હતું. સાવન મહિનામાં અહીં દરરોજ સવારે શિવલિંગ બનાવવામાં આવતા હતા. રવિવાર રજાનો દિવસ હતો, તેથી ૮ થી ૧૪ વર્ષની વયના બાળકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. બાળકો જ્યારે શિવલિંગ બનાવી રહ્યા હતા ત્યારે મંદિરની નજીક આવેલી પચાસ વર્ષ જૂની માટીની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ સીધી શિવલિંગ બનાવી રહેલા બાળકો પર પડી. આ અકસ્માતમાં અનેક બાળકો દિવાલ નીચે દટાઈ ગયા હતા જેમાંથી આઠ બાળકોના મોત થયા હતા.