સુપ્રીમ કોર્ટે સોમવારે મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહને ઠપકો આપ્યો. કારણ એ છે કે તેમણે ભારતીય સેનાની મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી અને હજુ સુધી જાહેરમાં માફી માંગી નથી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે મંત્રી વિજય શાહના વર્તનથી શંકા થાય છે કે શું તેમણે આ ટિપ્પણી જાણી જાઈને કરી હતી અને હવે માફી ન માંગીને તેઓ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા નથી. કોર્ટે કહ્યું કે આ મંત્રીના ઈરાદા અને પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવે છે.
આ સાથે, સુપ્રીમ કોર્ટે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) ને ૧૩ ઓગસ્ટ સુધીમાં તપાસ પૂર્ણ કરવા અને કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે હવે આ મામલાને ઝડપી બનાવવા અને યોગ્ય પગલાં લેવાનો સમય આવી ગયો છે. તમને જણાવી દઈએ કે આ મામલો ત્યારે શરૂ થયો હતો જ્યારે મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે કથિત રીતે વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ નિવેદનને સેનાની ગરિમા વિરુદ્ધ માનવામાં આવ્યું હતું અને તેના પર ઘણો હોબાળો થયો હતો. આ પછી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે સેના અને તેના અધિકારીઓની ગરિમાને ઠેસ પહોંચાડનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, હવે બધાની નજર એસઆઇટી રિપોર્ટ પર છે, જે ૧૩ ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં દાખલ કરવામાં આવશે. જા તપાસમાં મંત્રી દોષિત સાબિત થાય છે, તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.









































