અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એક તરફ તેજીથી થઇ રહ્યું છે ત્યાં મધ્યપ્રદેશના ઇન્દોરથી કોંગ્રેસના ધારાસભ્ય સંજીવ શુકલાએ એક અલગ જ પહેલ કરી છે.ધારાસભ્ય સંજીવ શુકલા પોતાના મત વિસ્તારમાં રહેતા લોકોને અયોધ્યાની યાત્રા કરાવી રહ્યાં છે આજે પહેલી ટુકડી અયોધ્યા જવા માટે રવાના થઇ હતી.
શુકલાએ કહ્યું કે તેમના વિધાનસભા વિસ્તારમાં કુલ ૧૭ વોર્ડ છે અને તે દર મહીને કોઇ એક વોર્ડના લોકોને અયોધ્યા લઇ જશે તેની શરૂઆત આજથી થઇ છે અને વોર્ડ નં.૯માં રહેનારા લગભગ ૬૦૦ લોકોની પહેલી ટીમ અયોધ્યા માટે રવાના થઇ છે અને અયોધ્યામાં રામલલાના દર્શન કરી પરત ફરશે
ધારાસભ્યે યાત્રા સંયોજક પણ બનાવ્યા છે.જેથી યાત્રા દરમિયાન યાત્રીકોની જરૂરત અનુસાર વ્યવસ્થા કરી શકાય.તેમણે કહ્યું કે દરેક કોઇની ઇચ્છા હોય છે કે એકવાર તે અયોધ્યા જઇ રામલલાના દર્શન જરૂર કરે અને મર્યાદા પુરૂષોતમના જન્મ સ્થળના દર્શન કરે આ ભાવનાને જોતા મેં અયોધ્યા યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો છે.