સરકારના જીએસટી સુધારાની જાહેરાતની મોટી અસર જાવા મળી છે. મધર ડેરીએ ગ્રાહકોને રાહત આપતા દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરો લાગૂ થવાના છે, પરંતુ આ પહેલા કંપનીએ પોતાના પેકેઝ્ડ દૂધની કિંમતોમાં ૨ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. મધર ડેરીએ પોતાના ૧ લીટર ટોન્ડ ટ્રેટા પેક દૂધનો ભાવ ૭૭ રૂપિયાથી ઘટાડી ૭૫ રૂપિયા કર્યો છે. આ સિવાય ઘી-પનીર સહિત અન્ય સામાનોની કિંમત પણ ઘટાડી છે.સરકારે ૩ સપ્ટેમ્બરે જીએસટી સુધારની જાહેરાત કરી હતી અને તમામ જરૂરી સામાનો પર લાગૂ ટેક્સમાં ઘટાડાની માહિતી આપી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે ૨૨ સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગૂ થશે અને દૂધ, પનીરથી લઈને એસી-ટીવી સસ્તા થઈ જશે. આ લાગૂ થયા બાદ મધર ડેરીએ ગ્રાહકોને રાહત આપતા પોતાની મિલ્ક પ્રોડક્ટ્‌સની કિંમતો ઘટાડી છે.મધર ડેરીએ નવા માપદંડો સાથે બધા ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેક્સ લાભ ગ્રાહકોને આપવા માટે આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ઝીરો જીએસટી કે ૫ ટકાના સૌથી નીચલા સ્લેબ અંતર્ગત આવે છે.કંપની દ્વારા દૂધની કિંમતોમાં કરવામાં આવેલા ઘટાડા બાદ નવા ભાવની વાત કરીએ તો મધર ડેરીના ૧ લીટર યુએચટી મિલ્ક (ટોન્ડ-ટ્રેટા) પેક ની કિંમત ૭૭ રૂપિયાથી ઘટી ૭૫ રૂપિયા થઈ ગઈ છે. તો ૪૫૦ એમએલના પેકની કિંમત ૩૩ રૂપિયાથી ૩૨ રૂપિયા થઈ છે. આ સિવાય કંપનીના તમામ ફ્લેવર્ડ મિલ્કશેકના ૧૮૦ એમએલ પેકની કિંમત ૩૦ રૂપિયાથી ઘટી ૨૮ રૂપિયા થઈ ગઈ છે.પનીરના ભાવની વાત કરીએ તો ૨૦૦ ગ્રામ પનીરનું પેકેટ હવે ૯૫ની જગ્યાએ ૯૨ રૂપિયાનું મળશે. આ સિવાય ૪૦૦ ગ્રામ પનીરનું પેકેટ ૧૮૦ રૂપિયાની જગ્યાએ ૧૭૪ રૂપિામાં મળશે. મલાઈ પનીરનો ભાવ પણ ઘટી ગયો છે. ૨૦૦ ગ્રામ પેક ૧૦૦ રૂપિયાથી ઘટી ૯૭ રૂપિયાનું થઈ ગયું છે.