સાવરકુંડલા ડિવિઝનમાં ફરજ બજાવતા IPS વલય વૈદ્યની ગાંધીનગર DGP કચેરી ખાતે બદલી થઈ છે. ૨૦૨૧ બેચના આ યુવા અધિકારીએ એક વર્ષથી વધુ સમય સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.
વલય વૈદ્યના વિદાય સમારોહમાં ધારાસભ્ય મહેશ કસવાળા, SP સંજય ખરાત, ASP જયવીર ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના વતની વલય વૈદ્યે અગાઉ કચ્છ-મુંદ્રામાં પ્રોબેશનલ તરીકે પણ કામગીરી કરી હતી. લોકો સાથે સીધો સંવાદ સાધીને ગુનાખોરી નિયંત્રણ અને જનજાગૃતિ ફેલાવવાનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું.








































