પોલીસ પ્રશાસન ૬ ડિસેમ્બરને લઈને સંપૂર્ણ રીતે સચેત જણાઈ રહ્યુ છે. યલો ઝોનમાં એ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે, પંખીને પણ ન મારી શકાય. આગરા મંડળથી આવનારી ફોર્સ પોતાના પોઈન્ટ પર તૈનાત થઈ જશે. મંડળ આયુક્ત અમિત ગુપ્તા અને આઈજી નચિકેતા ઝાએ મથુરાના પોલીસ ઓફિસરો સાથે મંથન કરીને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ધાર્મિક સંગઠન અને સામાજિક સંગઠનોએ ઈદગાહ પર સંકલ્પ યાત્રા અને જળાભિષેક કરવાનું એલાન સ્થગિત રાખ્યું છે, છતાં પોલીસ પ્રશાસન બિલકુલ ઢીલાશ મુકવાના મૂડમાં નથી. મંડળ આયુક્ત અને આઈજીએ મથુરા આવીને મથુરાના ડીએમ નવનીત સિંહ ચહલ, એસએસપી ડોકટર ગૌરવ ગ્રોવર, એસપી સિટી માર્તંડ પ્રકાશ સિંહ, એસપી સુરક્ષા આનંદ કુમાર વગેરે ઓફીસર્સ સાથે મંથન કરીને સતર્ક અને સજોગ રહીને કડક કાર્યવાહી કરવા કહ્યું છે. આગામી ૬ ડિસેમ્બરને લઈને પોલીસ અને પેરા મિલિટ્રી ફોર્સ મથુરા પહોંચી ગઇ છે અને દરેક જગ્યાએ પોલીસ અને પીએસીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. એસએસપી ડોક્ટર ગૌરવ ગ્રોવરે પોતે કમાન સંભાળી છે.
પૂર્વમંત્રી તેજપાલ સિંહે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર આપેલા નિવેદન પર આપત્તિ જણાવતા શાંત વાતાવરણમાં ઝેર ઘોળવાનું કામ કર્યુ છે. પૂર્વમંત્રીનું કહેવું છે કે, યોગીરાજ શ્રીકૃષ્ણએ આખી દુનિયાને શાંતિનો સંદેશ આપ્યો છે. તેમની જ નગરીના શાંત વાતાવરણને બગાડવા માટે યુપી સરકારના ઉપમુખ્યમંત્રી વાહિયાત નિવેદનો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, કૃષ્ણની નગરીમાં બધા ભાઈચારો અને સૌહાર્દપૂર્ણ રીતે રહે છે. તે શાંતિપ્રિય જિલ્લો છે. આ જિલ્લાની શાતિભંગ કરવા માટે ભાજપ સંપૂર્ણ રીતે તૈયાર છે. પૂર્વમંત્રીએ જનપદની જનતાને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. માહોલ બગાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ દેખરેખ રાખવામાં આવશે. દરેક સંજોગોમાં વાતાવરણ શાંત રાખવામાં આવશે.