રાજકોટમાં કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. જસદણના દહિંસરા ગામમાં એક કાર્યક્રમમાં તેમણે મોટું નિવેદન આપતાં કહ્યું છે કે રાજકીય દૃષ્ટિકોણથી કોળી સમુદાય સૌથી શક્તિશાળી સમુદાય છે. કોળી સમાજ જે પક્ષમાં બેસે છે તે પક્ષ સરકાર બનાવે છે. કોળી સમાજ જે પક્ષ છોડી દે છે, તેનું પતન પણ થાય છે. નોટ અને વોટ કોળી સમુદાય સુધી જ રહેવા જાઈએ. તેમજ સનાતન ધર્મ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
રાજકોટ જીલ્લાના જસદણમાં ગઈકાલે ઋષિ ભારતી બાપુએ શક્તિ માતાજીના નવરંગ માંડવાના કાર્યક્રમમાં કોળી સમાજ અને સનાતન ધર્મ અંગે બોલ્યા હતા. જેમાં કુંવરજી બાવળીયા અને ગેનીબેન ઠાકોર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જસદણના દહિંસરા ગામે સમસ્ત શંકરિયા પરિવાર દ્વારા શક્તિ માતાજીના ૨૪ કલાકના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોળી સમાજના સંત અને મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુએ કોળી સમાજને રાજકીય બાબતોએ ભાષણ આપી કોળી સમાજના વર્ચસ્વ અંગે બોલ્યા હતા. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે કોળી સમુદાયની પહેલી પ્રાથમિકતા મતદાન છે. જા ભગવાન ઈચ્છે તો તે એક અલગ રાજકીય પક્ષ પણ બનાવી શકે છે. જે પક્ષમાં કોળી સમાજ બેસે છે, તેની સરકાર સત્તામાં આવે છે અને જે પક્ષમાંથી કોળી સમાજ નીકળી જાય છે, તેની સરકાર દૂર કરવામાં આવે છે.
મત (વોટ) અને પૈસા (નોટ) કોળી સમાજ પાસે જ રહેવી જાઈએ, તો જ સમાજ પ્રગતિ કરશે. સમગ્ર ભારતમાં કોળી સમુદાયનું પ્રતિનિધિત્વ ૨૬ કરોડ લોકો કરે છે. બધા નેતાઓ જાણે છે કે જા સનાતન ધર્મના ૧૫ કરોડ અનુયાયીઓમાંથી ૨૬ કરોડ કોળી સમુદાય બહાર નીકળી જાય તો શું થશે. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર હાજર હતા અને સાંજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને બ્રિજરાજ સોલંકી પણ હાજર રહ્યા હતા.