લાઠી તાલુકાના મતીરાળા પે-સેન્ટર શાળામાં ધો.૧માં બાળકોને આગેવાનોની હાજરીમાં શાળા પ્રવેશ અપાયો હતો. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અતિ આધુનિક સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હજી આ પ્રકારના સ્માર્ટ બોર્ડ શાળામાં આપવામાં આવશે તેવી જિ.પં. સદસ્ય ભરતભાઇ સુતરીયાએ જાહેરાત કરી હતી. પે-સેન્ટર શાળામાં ૩ર અને પ્લોટ શાળાના ૮ બાળકોને ભેટ આપી શાળા પ્રવેશ અપાયો હતો. ધો.૩ થી ૮માં ૧ થી ૩ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને નિલકંઠ જવેલર્સ દ્વારા દિવાલ ઘડિયાળ આપવામાં આવી હતી. આ તકે જનકભાઇ તળાવીયા, જ્યોત્સનાબેન સરપંચ વજુભાઇ, ગ્રામજનો અને વાલીઓ હાજર રહ્યાં હતાં.