લાઠીના મતીરાળા ગામે બહેનને તેડવા ગયેલા ભાઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ચકચારી ઘટના બની છે. આ બનાવ અંગે જસદણના રાણપરડા દેવળીયા ગામના રસ્તે રહેતા વિપુલભાઈ વલ્લભભાઈ દસલાણી (ઉ.વ.૩૫)એ મતીરાળા ગામે રહેતા વિશાલભાઇ વશરામભાઇ આદ્રોજા, રમેશભાઇ પોલાભાઇ આદ્રોજા, કીર્તીબેન ખુશાલભાઇ તથા ઓજસભાઇ રમેશભાઇ આદ્રોજા સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ દક્ષાબેન તથા તેના પતિ વિપુલભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેઓ દક્ષાબેનને તેડવા માટે મતીરાળા ગામે આવ્યા હતા અને તેને સાથે આવવા જણાવ્યું હતું. તે સમયે વિપુલભાઈ એકદમ ઉશ્કેરાઇને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો આપવાની ના પાડતા લોખંડના પાઇપ વડે ફટકાર્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.પી.ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.