લાઠી તાલુકાના મતીરાળા ગામના પૂર્વ સરપંચના પ્રૌઢ પુત્ર સમાજસેવક રતિલાલ કાનજીભાઈ આદ્રોજાનું છાતીમાં દુઃખાવાથી અવસાન થયું છે. સદ્ગતની સ્મશાનયાત્રામાં સમગ્ર ગામના દરેક સમાજના લોકો જોડાયા હતા. આ ઉપરાંત ગામમાં ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. તેમના બેસણામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ઘનશ્યામભાઈ લાંભિયા, વીરજીભાઈ ઠુંમર, સરપંચ વજુભાઈ નવાપરીયા, ઉદ્યોગપતિ સંજયભાઈ વિરમગામા, હિરેનભાઈ રાછડીયા, જગદીશભાઈ ફિણાવા અને પાટીદાર સમાજના આગેવાનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૌએ આદ્રોજા પરિવાર તેમજ કાળુભાઈ અને ધ્રુવિકને સાંત્વના પાઠવીને શોક વ્યક્ત કર્યો હતો.





































