અમરેલી જિલ્લામાં મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશની મુદ્દત વધારીને પ-ડિસેમ્બર સુધી લંબાવાઇ છે. આગામી પાંચમી ડિસેમ્બર સુધી બીએલઓ લોકોના ઘરે ઘરે જઇને સર્વે હાથ ધરશે અને જે લોકોના મૃત્યુ થયા છે તેઓના નામ કમી કરાવવાની કામગીરી પણ કરવામાં આવશે. યુવાઓને પોતાનું નામ નોંધાવવા કે સરનામું કે અન્ય વિગતો માટે સ્થાનિક બીએલઓનો સંપર્ક કરવા જણાવાયું છે. અગાઉ ર૮મી ઓક્ટો. સુધી આ ઝુંબેશ ચાલી હતી. પરંતુ જે લોકો આ ઝુંબેશનો લાભ લેવામાં રહી ગયા છે તેમના માટે તંત્ર દ્વારા ઝુંબેશની મુદ્દત વધારીને પ-ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. ત્યારે હજુ પણ મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવામાં બાકી હોય તેવા તમામ તેમજ મતદાર ઓળખપત્રમાં રહેલી ક્ષતિ અને સરનામાને આ ઝુંબેશમાં સુધારા માટે આ છેલ્લી તક છે.