બિહારની મતદાર યાદીમાંથી મોટા પાયે નામ કાઢી નાખવા (એસઆઇઆર મુદ્દો) પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોંગ્રેસ પાર્ટીએ આજે સ્વાગત કર્યું છે. કોંગ્રેસે કહ્યું કે આ નિર્ણય દેશને લોકશાહી પરના કઠોર હુમલાથી બચાવશે અને ચૂંટણી પંચની કામગીરીને સંપૂર્ણપણે ખુલ્લી પાડી દેશે.૧૪ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે કાઢી નાખવામાં આવેલા મતદારોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવે. આ સાથે, યાદી સાથે નામો કાઢી નાખવાનું કારણ પણ જણાવવું જાઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે તેઓ આધાર કાર્ડને ઓળખ કાર્ડ તરીકે બતાવીને મતદાન કરી શકશે. આજે કોર્ટે પોતાના આદેશનો પુનરાવર્તિત કર્યો અને સ્પષ્ટપણે કહ્યું કે ચૂંટણી પંચે આધાર કાર્ડને માન્ય ઓળખ કાર્ડ માનવું પડશે.આ નિર્ણયનું સ્વાગત કરતા કોંગ્રેસે કહ્યું, ‘આજે સુપ્રીમ કોર્ટે લોકશાહીનું રક્ષણ કર્યું છે. અત્યાર સુધી ચૂંટણી પંચ અવરોધક ભૂમિકા ભજવતું હતું અને મતદારોના અધિકારોની વિરુદ્ધ કામ કરતું હતું. પરંતુ હવે કોર્ટે રાજકીય પક્ષોને પણ આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ કરવાનો માર્ગ ખોલી દીધો છે. આ એક ઐતિહાસિક પગલું છે.’ કોંગ્રેસના નેતાઓ કહે છે કે હવે તેમને એક અમલી અધિકાર મળ્યો છે જેને ચૂંટણી પંચ અવગણી શકે નહીં.કોંગ્રેસે સીધા ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું – ‘આજે ચૂંટણી પંચ સંપૂર્ણપણે ખુલ્લું પડી ગયું છે અને બદનામ થઈ ગયું છે. તેની પાછળના ‘ય્-૨ કઠપૂતળી’ પણ સંપૂર્ણપણે પરાજિત થઈ ગયા છે.’









































