લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે અમરેલી જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. અમરેલીમાં જિલ્લા કક્ષા તથા તાલુકા મથકોએ, તાલુકા કક્ષા ‘રન ફોર વોટ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અજય દહિયાએ જણાવ્યુ કે, આગામી તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી જિલ્લાના મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે આગળ આવે તેવા હેતુથી મતદાન
જાગૃત્તિ પ્રસરાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી સ્થિત ફોરવર્ડ હાઇસ્કૂલના મેદાનથી જિલ્લા કલેક્ટર અજય દહિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસ અધિક કલેક્ટર ગોહિલએ જિલ્લાના અન્ય અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી આ કાર્યક્રમે પ્રસ્થાન કરાવ્યું હતું. અમરેલી શહેરના સરદાર સર્કલ, નાગનાથ મંદિર, રાજકમલ ચોક, ટાવર ચોક, હવેલી ચોક, લાઇબ્રેરી ચોક, નાગનાથ મંદિર સહિતના રાજમાર્ગોથી પર ફરી રન ફોર વોટ રેલી ફોરવર્ડ હાઇસ્કુલ ખાતે સંપન્ન થઇ હતી. આ રેલીના ઉદઘાટન પ્રસંગે અમરેલી, વડીયા અને કુંકાવાવ પ્રાંત અધિકારી નાકિયા, અમરેલી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોટક, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા, જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલ અધિકારી ગોહિલ, જિલ્લા ચૂંટણી તંત્ર, વહીવટી તંત્ર અને વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ, શિક્ષકો અને અમરેલીના નગરજનોએ રન ફોર વોટ કાર્યક્રમમાં જોડાઇ નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ પૂરો પાડ્યો હતો.