ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગુજરાતના દરેક સાંસદો પોતાના મતક્ષેત્રનો વિકાસ કરી શકે તે માટે સાંસદોને રૂ.૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
આ તકે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખનો આભાર માન્યો હતો. દિલ્હી સ્થિત સી.આર.પાટીલના નિવાસસ્થાને રાજયના સાંસદો ઉપસ્થિત રહ્યાં હતા.