અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મણીબા ગજેરા ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ કોલેજ- શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા કેમ્પસ અમરેલી ખાતે ભવ્ય SPORTS MANIAનું આયોજન કરવામાં આવ્યું હતું. આ SPORTS MANIA માં ૪૫૦ થી પણ વધારે સ્ટુડન્ટ્‌સે ઉત્સાહથી ભાગ લીધો હતો. ઉપસ્થિત મહેમાનો દ્વારા મશાલ પ્રગટાવી SPORTS MANIA નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કબડ્ડી, ખો-ખો, રસ્સા ખેંચ, દોડ, લાંબી કુદ, ચેસ, ફોટોગ્રાફી, ફેશન શો, રંગોલી, ફ્રીઝ ડાન્સ, મેમરી રીકોલ જેવી વિવિધ રમતોમાં સ્ટુડન્ટ્‌સે ભાગ લઈ આનંદ માણ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ દરેક સ્ટુડન્ટ્‌સ સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી તથા મંત્રી ચતુરભાઈ ખુંટ, કેમ્પસ ડાયરેકટર વસંતભાઈ પેથાણી, સી.પી. ગોડલીયા, HOD જીગ્નેશભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.