મણિપુરમાં સેના પર હુમલો કર્યાના દસ કલાક પછી, બે ઉગ્રવાદી સંગઠનો પીપલ્સ લિબરેશન આર્મી અને મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટે જવાબદારી સ્વીકારી છે. તેમાંથી પીએલએના તાર પાડોશી દેશ ચીન સાથે જોડાયેલા છે. તેને ચીનમાંથી જ ફંડિંગ મળે છે. સાથે જ પાડોશી દેશો બાંગ્લાદેશ-મ્યાનમારમાં પણ આ સંગઠનના ટ્રેનિંગ કેમ્પ છે.
૨૫ સપ્ટેમ્બર, ૧૯૭૮ના રોજ એન. બિશેશ્ર્વર સિંહના નેતૃત્વમાં આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. ધ્યેય શું છે? મણિપુરને ભારતથી અલગ કરવા માટે હત્યાઓ, નાગા અને કુકી જૂથોને એક કરી રહ્યા છે.મ્યાનમારમાં બે અને બાંગ્લાદેશમાં પાંચ કેમ્પ છે. તેમાંથી લગભગ ૧,૦૦૦ ઉગ્રવાદીઓએ અત્યાધુનિક શ†ોની તાલીમ મેળવી છે. સુરક્ષા દળોએ થોબલના ટેકચમમા પીએલએ કેમ્પ પર દરોડો પાડ્યો, જેમાં લગભગ તમામ ટોચના નેતૃત્વનો ખાતમો કર્યો. બિશેશ્ર્વરની પણ ૬ જુલાઈ, ૧૯૮૧ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
જોન્યુઆરી ૧૯૯૧ના દસ્તાવેજ અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ સાથે જોડાણ. ભારતમાં આ આતંકવાદીઓના ઉછેર માટે ચીન તરફથી જંગી ફંડિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારે આતંકવાદી સંગઠન જોહેર કર્યું છે.મણિપુરમાં થોડા દિવસો પહેલા, બે ભૂગર્ભ સંગઠનો મણિપુર નાગા રિવોલ્યુશનરી ફ્રન્ટ અને યુનાઈટેડ નાગા પીપલ્સ કાઉન્સિલએ મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટ બનાવવા માટે હાથ મિલાવ્યા હતા. આ મર્જરનું સંયુક્ત નિવેદન પણ બંને દ્વારા સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવ્યું હતું. તેના સંગઠનનો હેતુ મણિપુરને અલગ રાજ્ય બનાવવાનો પણ છે.
મણિપુરમાં શનિવારે સેનાના કાફલા પર ઉગ્રવાદી હુમલો કરવામાં આવ્યો હતો .આ હુમલામાં આસામ રાઈફલ્સના કમાન્ડિગ ઓફિસર સહિત ૫ જવાન શહીદ થયા હતા. જ્યારે આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવના પત્ની અનુજો શુક્લા (૩૭) અને પુત્ર આશિષ ત્રિપાઠી (૫)નું પણ આ હુમલામાં મોત થયું હતું. આ હુમલો મણિપુરમાં ચુરાચાંદપુર જિલ્લાના સિંઘટમાં થયો હતો, જ્યાં ઉગ્રવાદીઓએ આસામ રાઈફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. મણિપુર નાગા પીપલ્સ ફ્રન્ટએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ ત્રિપાઠી છત્તીસગઢના રાયગઢ જિલ્લાના વતની હતા. તેનો જન્મ ૧૯૮૦માં થયો હતો. તેમણે સૈનિક સ્કૂલ રીવામાં અભ્યાસ કર્યો.