કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, અમે ગૃહમાં કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ. પહેલો મુદ્દો મણિપુરનો છે, અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાનની હાજરીમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા થાય. સંસદનું ચોમાસુ સત્ર ૨૦ જુલાઈથી શરૂ થશે અને ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. તો, ચોમાસુ સત્ર દરમિયાન, કેન્દ્ર સરકાર યુસીસી બિલને ગૃહમાં લાવવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં મોદી સરકાર માટે યુસીસી બિલ પાસ કરવું આસાન નહીં હોય, કારણ કે જ્યારે કોંગ્રેસ આ નવ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરશે ત્યારે સ્વાભાવિક છે કે, સંસદનું ચોમાસુ સત્ર ઘણું તોફાની બની જશે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, સંઘીય માળખા, ચૂંટાયેલી સરકારો પર મોદી સરકાર અથવા મોદી સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિઓ દ્વારા પ્રત્યક્ષ અને આડકતરી રીતે હુમલો કરવામાં આવી રહ્યો છે. અમે તેનો વિરોધ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. જયરામ રમેશે જણાવ્યું કે, આજે અમારા ‘પાર્લામેન્ટરી સ્ટ્રેટેજી ગ્રુપ’ની બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમે ચોમાસુ સત્ર વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમણે કહ્યું કે, અમે સંસદમાં જે મુદ્દા ઉઠાવવાના છીએ, તેના પર અમે ચર્ચા કરી. આ નવ મુદ્દા છે જેના પર અમે ચર્ચા કરવા માંગીએ છીએ. મણિપુરમાં ૩ મેથી કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ લોકોના મોત થયા છે, ઘણા ઘાયલ થયા છે અને સેંકડો રાજ્ય છોડીને ભાગી ગયા છે. આ અંગે રાહુલ ગાંધીએ શનિવારે ટિવટ કરીને પીએમના મૌન પર નિશાન સાધ્યું હતું.
રાહુલે લખ્યું, મણિપુર સળગી રહ્યું છે. યુરોપિયન સંસદે પણ ભારતના આંતરિક મામલાની ચર્ચા કરી હતી. પીએમ આ અંગે એક શબ્દ પણ બોલ્યા નથી. રાફેલે પીએમને બેસ્ટીલ ડે પરેડની ટિકિટ ગુમાવનાર ગણાવ્યા. ઈરાની લખે છે, એક એવી વ્યક્તિ જે ભારતની આંતરિક બાબતોમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ ઈચ્છે છે. જ્યારે આપણા વડાપ્રધાનને રાષ્ટ્રીય સન્માન મળે છે, ત્યારે રાજવંશનો એ હારેલો વ્યક્તિ ભારતની મજાક ઉડાવે છે. લોકોએ તેમને નકારી કાઢ્યા છે. સ્મૃતિના નિવેદન પર કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, સ્મૃતિજીએ પીએમને આ અંગે વાત કરવા માટે કહેવું જાઈએ. પીએમ દુનિયાભરમાં ફરે છે, પરંતુ મણિપુર મુદ્દે એક મિનિટ પણ બોલતા નથી.
૨ જૂનના રોજ, ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માતમાં ૨૯૨ લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતની તપાસ કરી રહેલી સીબીઆઈએ આ મામલે કાર્યવાહી કરતા ત્રણ રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે. આ કર્મચારીઓની આઈપીસી કલમ ૩૦૪ (ગેર ઈરાદે હત્યા) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ અકસ્માતમાં ત્રણ ટ્રેનો એકબીજાની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત બાદ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી હતી. સાથે રેલ સુરક્ષા અંગે પણ સવાલો ઉભા કર્યા છે
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, મોદી સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિઓ દ્વારા સંઘીય માળખું, ચૂંટાયેલી સરકારો પર પ્રત્યક્ષ અને આડકતરી રીતે પ્રહારો કરવામાં આવી રહ્યા છે. અમે તેનો વિરોધ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું.
કેન્દ્રીય નાણા મંત્રાલયે જીએસટીને પીએમએલએ હેઠળ મૂક્યો છે. જેના કારણે નાના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. અખિલ ભારતીય ઉદ્યોગ વેપારી મંડળે વડા પ્રધાનને સંબોધિત એક મેમોરેન્ડમ ડેપ્યુટી કમિશનર આૅફ કોમર્શિયલ ટેક્સને સુપરત કર્યું છે. સંગઠને માંગ કરી છે કે જીએસટીને પીએમએલએ હેઠળ ન લાવવો જોઈએ. કોંગ્રેસે આ અંગે ચર્ચા કરવાની વાત કરી છે. ગેસ, પેટ્રો-ડીઝલના ભાવ આસમાને છે. રોજબરોજની તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. કોંગ્રેસ વધતી મોંઘવારીને લઈને સરકાર પર પ્રહારો કરતી હોવા છતાં આ વખતે પાર્ટીએ મોનસૂન સત્ર દરમિયાન મોંઘવારી પર ચર્ચા કરવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કે, યુપીએ સરકાર દરમિયાન જે યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, તેને વર્તમાન મોદી સરકાર નબળી પાડી રહી છે. કોંગ્રેસ ચોમાસુ સત્રમાં મહિલા પાલવાનની સતામણીનો મુદ્દો ઉઠાવશે. કોંગ્રેસ પાર્ટી આ અંગે કેન્દ્ર સરકારને અનેક સવાલો પૂછી શકે છે. અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પાસે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માંગ કરી રહ્યો છે. ૨૪મી જાન્યુઆરીએ અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર એકાઉન્ટિંગ ફ્રોડ અને સ્ટોક મેનીપ્યુલેશન જેવા અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ પછી, અદાણી ગ્રુપના મોટાભાગના શેરોમાં ૬૦% થી વધુનો ઘટાડો થયો હતો.