મણિપુરમાં સેનાની ટુકડી પર આઈડી હુમલાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્મી યુનિટ પર ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આસામ રાઈફલ્સના સીઓ સહિત ઘણા જવાન ઘાયલ થયા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના સિંઘાતમાં થયો હતો. આતંકવાદીઓએ અહીં આસામ રાઈફલ્સના કમાન્ડિંગગ ઓફિસરના કાફલા પર હુમલો કર્યો હતો. કાફલામાં કમાન્ડિંગગ ઓફિસરના પરિવારના સભ્યો અને ઝડપી કાર્યવાહી ટીમના સભ્યો હાજર હતા. હજુ ઓપરેશન ચાલુ છે. આ હુમલા પાછળ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કમાન્ડિંગગ ઓફિસરની પત્ની અને એક બાળક તથા ઊઇ્‌માં તૈનાત ૭ જવાનોના મોતના સમાચાર પણ છે. જો કે હાલમાં આ અંગે સેના તરફથી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
મણિપુરના મુખ્ય પ્રધાન નોંગથોમ્બમ બિરેન સિંહે હુમલાની સખત નિંદા કરી અને કહ્યું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યને બક્ષવામાં આવશે નહીં. તે દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તમામ પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે આ એક અમાનવીય અને આતંકવાદી કૃત્ય છે. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર ક્વિક રિએક્શન ટીમ કાફલામાં અધિકારીના પરિવારના સભ્યો સાથે હતી. જોનહાનિ થવાની આશંકા છે. હજુ ઓપરેશન ચાલુ છે. વધુ જોનહાનિ થવાની આશંકા હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મીની રચના ૧૯૭૮માં થઈ હતી. ભારત સરકાર દ્વારા તેને આતંકવાદી સંગઠન જોહેર કરવામાં આવ્યું છે. મણિપુરમાં, આ સંગઠન ભૂતકાળમાં ભારતીય સુરક્ષા દળો પર છેતરપિંડીથી હુમલા કરતું આવ્યું છે. તેનું સંગઠન બિશ્વાસર સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ આતંકવાદી સંગઠન સ્વતંત્ર મણિપુરની માંગ કરી રહ્યું છે.