ગત સપ્તાહ મણિપુરમાં અસમ રાઈફલ ઉપર ઘાત લગાવીને હુમલામાં ગુપ્ત એજન્સીઓની સામે નવી નવી જોણકારીઓ સામે આવી રહી છે. નવી જોણકારી મુજબ ૪૬ અસમ રાયફલ્સ ઉપર હુમલા દરમિયાન પીપલ્સ લિબરેશન આર્મીના ઉગ્રવાદીઓ પણ ઘાયલ થયા હતા. આ હુમલામાં એક કમાન્ડિંગગ ઓફિસર અને તેમની પત્ની પુ્‌તર અને ચાર જવાનો શહીદ થયા હતા.
ગુપ્તચર માહિતી અનુસાર, હુમલામાં ઘાયલ થયેલા આતંકવાદી ઇમ્ફાલ ખીણના મૈતેયી અલગતાવાદી જૂથ સાથે સંકળાયેલા છે. જો કે, આ આતંકવાદીનું સ્થાન હજુ સુધી જોણી શકાયું નથી. પરંતુ તે મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં હોવાની શક્યતા છે. આ જ સ્થળે ગયા અઠવાડિયે પણ હુમલો થયો હતો. આ જિલ્લો મ્યાનમારની સરહદે આવેલો છે. આ હુમલો ગત શનિવારે થયો હતો. આસામ રાઈફલ્સની ખુગા બટાલિયનના કમાન્ડિંગગ ઓફિસર બિપ્લબ ત્રિપાઠી કર્નલ રેન્કના અધિકારી હતા. શનિવારે સવારે થયેલા હુમલામાં તેમની પત્ની, છ વર્ષનો પુત્ર અને ચાર અર્ધલશ્કરી દળના જવાનો માર્યા ગયા હતા. પીએલએ અને એમએનપીએફએ ઉત્તર-પૂર્વ રાજ્યના ચુરાચંદપુર જિલ્લાના સેહકન ગામમાં ઓચિંતા હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ઈન્ટેલિજન્સ સૂત્રોની માહિતી અનુસાર, વિપ્લવ ત્રિપાઠીના કાફલાને નિશાન બનાવવા માટે ૭ આઇઇડી વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો.
ગુપ્તચર માહિતી એ પણ કહે છે કે હવે પીએલએ આવા જ વધુ હુમલા કરવાની યોજના બનાવી શકે છે. આ સિવાય એમએનપીએફ અને પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી આૅફ કાંગલીપેક જેવા સંગઠનો પણ નજીકના ભવિષ્યમાં સુરક્ષા દળો પર આવા હુમલા કરી શકે છે. અન્ય એક માહિતી અનુસાર પીએલએ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ સુરક્ષા દળોને નિશાન બનાવી શકે છે. ખાસ કરીને મ્યાનમારને અડીને આવેલા વિસ્તારોમાં.
૨૦૧૫માં મણિપુરના ચંદેલમાં સેનાના કાફલા પર હુમલો થયો હતો, જેમાં ૧૮ જવાનો શહીદ થયા હતા. રાજ્યમાં આ છેલ્લો મોટો હુમલો હતો. પીએલએની સ્થાપના એન બિશેશ્ર્વરે કરી હતી. મણિપુરને ભારતથી અલગ કરવા માટે, બિશેશ્વરે યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ છોડીને પીએલએની રચના કરી હતી.