મણિપુરના વાયરલ વીડિયોને લઈ રસ્તાથી લઈને સંસદ સુધી હોબાળો છે અને હવે સુપ્રીમ કોર્ટે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયધીશ ડીવાઈ ચંદ્રચૂડે ગુરુવારે આ મામલા પર આકરી ટિપ્પણી કરી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારને ફટકારી લગાવી છે. સીજેઆઇએ કહ્યું કે, જે વીડિયો સામે આવ્યા છે, તે ચિંતાજનક છે. કોર્ટે કહ્યું કે, મે મહિનામાં જ આ મામલામાં એક્શન થઈ જવી જાઈતી હતી.
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ ઘટના પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે અને સુનાવણીની તારીખ ૨૮ જુલાઈ નક્કી કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી રિપોર્ટ પણ માગ્યો છે અને સમય રહેતા કાર્યવાહી કરવાની ફટકાર લગાવી છે. આ બાજૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર પહેલી વાર પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, બે મહિલાઓને નગ્ન ફેરવવાનો વીડિયોને લઈને વ્યથિત છું. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે પણ સરકારને આકરા શબ્દોમાં કાર્યવાહી કરવા માટે કહ્યું છે. કોર્ટનું કહેવું છે કે, આ પ્રકારની ઘટના જરાં પણ સ્વીકાર્ય નથી અને ખૂબ દુખદ છે. સુપ્રીમ કોર્ટે તેને સંવિધાન અને માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે, જા સરકારે કંઈ કર્યું નહીં તો, અમે કાર્યવાહી કરીશું.
કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ પણ માગ્યો છે. કોર્ટનું કહેવું છે કે, લોકતંત્રમાં મહિલાઓને હિંસાનું સાધનની માફક ઉપયોગ કરવો તે જરાં પણ સાંખી લેવાય નહીં.