સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. જે ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. સંસદનું આ સત્ર અનેક મુદ્દાઓથી ભરપૂર બને તેવી શક્યતા છે. આ સત્રમાં મણિપુર હિંસા અને દિલ્હી અધ્યાદેશનો મુદ્દો મુખ્ય બની શકે છે. આ સત્રને ૨૬ વિપક્ષી પાર્ટીઓ ઇન્ડીયાગઠબંધનની પ્રથમ કસોટી તરીકે પણ ગણવામાં આવી રહી છે. વિપક્ષી પાર્ટીઓ કેવી રીતે એક થઈને સરકારને ઘેરે છે તે જાવાનું રહેશે. ચોમાસુ સત્ર પહેલા વિપક્ષે આજે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં બેઠક બોલાવી હતી આ બેઠકમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર રણનીતિ બનાવવામાં આવી હતી બેઠકમાં કોંગ્રેસે સરકાર પાસે મણિપુરની સ્થિતિ, ઓડિશા ટ્રેન દુર્ઘટના અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી હતી. પાર્ટીએ કહ્યું કે જા સરકાર ગૃહ ચલાવવા માંગતી હોય તો તેણે વિપક્ષને પોતાનો વિચાર રજૂ કરવાની તક આપવી જાઈએ. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે અમે બેઠકમાં માંગ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં આવે અને મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરે.
સવારે જયારે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી શરૂ થઇ ત્યારે સૌ પ્રથમ મૃત્યુ પામેલા પૂર્વ સાંસદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ વિરોધ પક્ષોએ મણિપુર મુદ્દે હંગામો શરૂ કર્યું હતું આથી મણિપુર મુદ્દે હોબાળાને કારણે સંસદની કાર્યવાહી પહેલા સવારે ૧૧ વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ હંગામો ચાલુ રહેતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે કાર્યવાહી શુક્રવારે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો છે કે વિરોધ પક્ષો મણિપુરની ઘટનાનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે. ઠાકુરે કહ્યું કે અમે ગૃહમાં કહ્યું છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ પરંતુ વિપક્ષ તેનાથી દૂર ભાગવા માંગે છે. વિપક્ષના રાજ્યોમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે પરંતુ વિપક્ષ આ ઘટનાઓ સામે મૂક પ્રેક્ષક બનીને રહ્યો છે.કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે વિપક્ષોથી સ્પષ્ટ છે કે તેઓએ સંસદની કાર્યવાહી સુચારૂ રીતે ચાલવા નહીં દેવાનું મન બનાવી લીધું છે. જ્યારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમે મણિપુરની ઘટના પર ચર્ચા કરવા તૈયાર છીએ, ત્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો ગૃહની કાર્યવાહી આગળ વધવા દેતા નથી. તે સ્પષ્ટ છે કે તે સંસદને કામ કરવા દેવા માંગતી નથી.આ બધા વચ્ચે વિપક્ષે માંગ કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરમાં થયેલી હિંસા પર સંસદમાં નિવેદન આપે. કેટલાક પક્ષોએ ચોમાસુ સત્રના પહેલા દિવસે મણિપુર પર સ્થગિત પ્રસ્તાવ લાવવાની પણ યોજના બનાવી છે. મણિપુર હિંસા અંગે ટીએમસીના ડેરેક ઓ’બ્રાયને માંગ કરી હતી કે, વડાપ્રધાન મોદીએ સંસદના બંને ગૃહોમાં આ અંગે નિવેદન આપવું જાઈએ. તેમણે જણાવ્યું હતું કે, મનની વાત પૂરતી છે, હવે મણિપુર વિશે વાત કરવાનો સમય આવી ગયો છે.
જાકે મણિપુરના વીડિયો અંગે વડાપ્રધાને સંસદ શરૂ થાય તે પહેલા કહ્યું કે જ્યારે હું લોકશાહીના આ મંદિર પાસે ઊભો છું ત્યારે મારું હૃદય પીડા અને ગુસ્સાથી ભરાઈ જાય છે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજને શરમાવે તેવી છે. કેટલા પાપી છે, કોણ ગુના કરે છે અને તેમની જગ્યાએ કોણ છે… પણ આખા દેશનું અપમાન થઈ રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓ શરમ અનુભવી રહ્યા છે. વડા પ્રધાને તમામ મુખ્ય પ્રધાનોને પોતપોતાના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે કડક પગલાં લેવા વિનંતી કરી હતી.
તેમણે કહ્યું હતું કે સંસદની જવાબદારી છે અને સંસદમાં દરેક સાંસદની જવાબદારી છે તેવા આવા અનેક કાયદાઓની વિગતવાર ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. જેટલી વધુ ચર્ચા, તેટલી ઉગ્ર તેટલા સારા નિર્ણયો લેવામાં આવે છે જે જનહિતમાં દૂરગામી પરિણામો આપે છે. સંસદમાં માનનીય સાંસદો જમીન સાથે જાડાયેલા છે, તેઓ જ લોકોના દુઃખ અને દર્દને સમજે છે. તેથી જ જ્યારે કોઈ ચર્ચા થાય છે, ત્યારે જમીન સાથે જાડાયેલા તેના તરફથી વિચારો આવે છે. એટલા માટે હું તમામ રાજકીય પક્ષો અને તમામ માનનીય સાંસદોને જાહેર હિતના કામને આગળ વધારવા માટે આ સત્રનો પૂરો ઉપયોગ કરવા કહું છું.ચોમાસા સત્રમાં આપનું સ્વાગત છે. પવિત્ર સાવન માસ ચાલી રહ્યો છે. તે બેવડો સાવન છે, તેથી સાવનનો સમયગાળો પણ થોડો લાંબો છે અને પવિત્ર સંકલ્પો માટે પવિત્ર કાર્યો માટે સાવન મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાવનના આ શુભ મુહૂર્તમાં આપણે લોકશાહીના મંદિરમાં મળી રહ્યા છીએ, તેથી સંસદમાં પવિત્ર કાર્ય કરવાનો સમય આવી ગયો છે
ઉલ્લેખનીય છે કે, સંસદનું ચોમાસુ સત્ર ૧૧ ઓગસ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન કુલ ૧૭ બેઠકો થશે. સત્ર જૂના સંસદ ભવનમાં શરૂ થશે, પરંતુ બાદમાં નવા બિલ્ડિગમાં શિફ્ટ કરવામાં આવશે.