સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે થયેલી કરુણ ઘટનામાં વીરડી ગામના ૪૫ વર્ષના ખેડૂત સનાભાઈ કાળાભાઈ ગોહિલનું અમુક શખ્સોએ માથાકૂટ કરી માર મારતા મોત થયું છે. મૃતક મઢડા ગામે ભાગવી જમીન રાખી મગફળીની ખેતી કરતા હતા. હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. ગંભીર ઈજા બાદ તેમને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયા હતા. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા ડિવિઝનના એ.એસ.પી. વલય વૈદ્ય અને રૂરલ પોલીસ દોડી આવી હતી. હાલ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. સનાભાઈને બે દીકરા અને ત્રણ દીકરીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર વીરડી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક સનાભાઈ કાળાભાઈ સોલંકીને ક્યાં કારણોસર માર મારવામાં આવ્યો? શું ઘટના બની હતી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.