શહેરના વ્યસ્ત સીજી રોડ પર નવરંગપુરા યુનિયન બેંક ખાતે ગઈકાલે રાત્રે એક ફાયરિંગની ઘટના સામે આવી છે. શરૂઆતમાં આ ઘટનાને ભૂલથી થયેલા ફાયરિંગ તરીકે સામે આવી હતી, પરંતુ આ મામલે પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ પાછળ જૂની અદાવતને કારણે બની છે. જેમાં ખાનગી કંપનીમાં કામ કરતા સિક્્યોરિટી ગાર્ડે તેની સાથેના અન્ય ગાર્ડ પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે બીજા ગાર્ડને પગમાં ગંભીર ઇજા થઈ છે.મળતી માહિતી મુજબ, આ ઘટના નવરંગપુરા યુનિયન બેંક ખાતેની છે, જ્યાં ફાયરિંગ કરનાર આરોપી મહેશ મેહરિયા (નિવૃત્ત એસઆરપીએફ જવાન) અને ઇજાગ્રસ્ત ઇમિયાઝ ખાન બલોચ બંને જ સિક્્યોરિટી કંપનીમાં કામ કરે છે. તપાસમાં ખુલાસો થયો કે, એક મહિના પહેલાં ઇમિયાઝે મજાકમાં મહેશના પેટ પર ફેટ માર્યો હતો. આ વાતને મહેશે હૃદય પર લઈ લીધી અને અદાવત રાખી હતી. જેથી ગઈકાલે રાત્રે ડ્યુટી દરમિયાન તેણે ફાયરિંગ કર્યું હતું, જેથી ઇમિયાઝને પગમાં ગોળી વાગી હતી.નોંધનીય છે કે, યુનિયન બેંકના સીસીટીવી કેમેરામાં આ ઘટના સંપૂર્ણપણે કેદ થઈ ગઈ છે, જે તપાસમાં મહત્વપૂર્ણ પુરાવો બની છે. ફૂટેજમાં જાવા મળે છે કે, રાત્રીના સમયે સિક્્યુરિટી ગાર્ડ ઇમિયાઝ ખાન બલોચ આગળ વધી રહ્યો છે, ત્યારે પાછળથી આરોપી મહેશ મેહરિયા બંદૂક ઉઠાવીને ઇમિયાઝ ખાન પર ગોળી ચલાવે છે. જાકે ગોળી માત્ર ઇમિયાઝને પગમાં વાગે છે અને તે ઈજાગ્રસ્ત હાલતમાં ઢળી પડે છે.પોલીસે આપેલી અનુસાર, મહેશે ઇમિયાઝની હત્યા કરવાના ઈરાદેથી ફાયરિંગ કર્યું હતું, જે ઘટનાની જાણ થતા જ નવરંગપુરા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને મહેશ મેહરિયાને અટકાયતમાં લઈ લીધો હતો અને શરૂઆતમાં આ ઘટના બાબતે ભૂલથી ફાયરિંગ થયું હોવાની માહિતી મળી હતી, જાકે બાદમાં આ મામલે હાલ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે કે, મહેશે જૂની અદાવતમાં ઇમિયાઝ પર ફાયરિંગ કર્યું છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, એક ખાનગી સિક્્યોરિટી કંપની સાથે કામ કરતા આ મહેશ અને ઇમિયાઝ વચ્ચે એકાદ મહિના અગાઉ મજાક મસ્તી થઈ હતી, દરમિયાન ઇમિયાઝે મહેશને પેટના ભાગે ફેટ મારી હતી. જેની અદાવત રાખીને મહેશે ગઈ કાલે ફાયરિંગ કરી ગોળી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જાકે હાલ ઇજાગ્રસ્ત ઇમિયાઝ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે પોલીસે આરોપી મહેશ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ (હત્યા પ્રયાસ) હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.





































