ખેતરના એવા ભાગો જ્યાં પાકને વધુ પાણીની ખેંચ પડી હોય અથવા જ્યાં રોગચાળો વધારે જોવા મળ્યો હોય, તેની કાપણી, સૂકવણી અને સંગ્રહ આખા ખેતરના મુખ્ય જથ્થાથી અલગ રાખવો જોઈએ અને તેનો નિકાલ પણ જુદો કરવો જોઈએ.
• મગફળીઉપાડતી વખતે ડોડવાને યાંત્રિક ઈજા કે નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું. જમીનમાં હળ કે રાંપવધુ ઊંડે ઉતારીને ડોડવાવાળા ભાગમાં મારવાથી મગફળીને નુકસાનથાય છે. કારીયાની રાપને બરાબર એ રીતે ગોઠવો કે જેથી મગફળી ઉપડતી વખતે ડોડવાને ઈજા ન થાય.
• ઉપાડેલા છોડને મગફળીના ડોડવા સાથે નાના-નાના ઢગલામાં ઊંધા રાખીને સૂકવવા એટલે કે પાંદડાં જમીન તરફ અને મગફળીના ડોડવા ઉપર તરફ રહેવા જોઈએ. આનાથી મગફળી ઝડપથી સુકાય છે અને ફૂગ લાગવાનું જોખમ ઘટી જાય છે. પાન અને મગફળીની સૂંઢ (pegs) એકદમ કડક (બટકણી) થઈ જાય ત્યાં સુધી તેને સૂકવવા.
• જ્યારે મગફળી હાથથી છુટી પાડવાની થાય ત્યારે અપરિપક્વ ડોડવા અલગ પાડવા. જ્યારેયાંત્રિક રીતે થ્રેસરનો ઉપયોગ કરી મગફળી છુટી કરવાની થાય ત્યારે થ્રેસરની જાળી મગફળીના કદ અને જાત પ્રમાણે યોગ્ય કદના કાણા વાળી રાખવી.
• ફૂગગ્રસ્ત, રંગ બદલાયેલા, વાસી, સડેલા, સંકોચાયેલા તથા જીવાતથી નુકસાન પામેલા ડોડવા અથવા દાણાને અલગ કરી નાખવા.
• સૂકી અવસ્થામાં જ મગફળી ફોલવાની પ્રક્રિયા કરવી અને મગફળીને ફોલતાં પહેલાં ડોડવાને પાણીથી પલાળવાનું ટાળવું.
• જે મગફળીનાં ડોડવામા યાંત્રિક ઈજા થઈ હોય કે જીવાતો (ઇયળ/ઉધઈ) દ્વારા નુકસાન થયું હોય,તેવા તમામ ડોડવાને મુખ્ય જથ્થામાંથી વીણીને દૂર કરવા.
• મગફળી અને તેની પેદાશોનો સંગ્રહ હંમેશા ઠંડી અને સૂકી જગ્યાએ કરવો.
• મગફળીનો સંગ્રહ સ્વચ્છ પોલિથિન-લાઇનવાળી ગૂણીઓ, HDPE અથવા PICS બેગમાં કરવો અને તેને લાકડાના અથવા પ્લાસ્ટિકના પાટિયા કે તાડપત્રી ઉપર ગોઠવવી.મગફળીનેપ્લાસ્ટિકનુંઅસ્તર ધરાવતી નવી અથવા એકદમ સાફ શણનીગુણીઓ (કોથળા)માં ભરી રાખવી.
• આ કોથળાઓને સીધા જમીન પર રાખવાને બદલે લાકડાનાપાટિયા પર ગોઠવો અને દીવાલથી આશરે એક મીટર દૂર, સારી હવાઉજાસવાળી અને સુરક્ષિત જગ્યાએ જ રાખવા.
• સંગ્રહસ્થાનની છત મજબૂત અને વરસાદી પાણીના લીકેજથી સુરક્ષિત હોવી જોઈએ, જેથી મગફળી ભેજના સંપર્કમાં ન આવે.સંગ્રહસ્થાનમાં સ્વચ્છતા, સારી હવાની અવરજવર (વેન્ટિલેશન) અને યોગ્ય જાળવણી રાખવી. સંગ્રહકરવાનીજગ્યા (ગોડાઉન)માં ક્યાંય પણ પાણીનું ઝરણ કેલીકે જ નહોવું જોઈએ, કારણ કે તેનાથી ભેજ વધી શકે છે અને ફૂગ લાગી શકે છે.
• સારી અને તંદુરસ્ત મગફળીને ૮% જેટલા સુરક્ષિત ભેજના સ્તર સુધી બરાબર સૂકવવી ત્યારબાદ સંગ્રહ કરવો. મગફળી બરાબર સુકાઈ ગઈ છે કે નહીં તે જાણવા માટે, મુઠ્ઠીમાં મગફળી લઈને હલાવવાથી તેનો ખખડવાનો અવાજ આવવો જોઈએ.
• સંગ્રહ કરેલી મગફળીને જીવાતોના નુકસાનથીબચાવવા માટે ફોસ્ફીન ગેસથી ધૂમીકરણ(ફયુમીગેશન)આપી શકાયઅથવાએલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ટીકડીઓ ૧૦ ગ્રામ પ્રતિ૧૦૦૦ કિલો ડોડવા પ્રમાણે ગોઠવયા બાદ રૂમ બરાબર પેક રાખો.
• મગફળીમાં આફલાટોક્સિનનું પ્રમાણ ઘટાડવા માટે બ્લાન્ચીંગ, કેમેરા અથવા લેસર આધારિત વર્ગીકરણ જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. આ પદ્ધતિઓ દ્વારા દૂષિત, રંગ બદલાયેલા અથવા ફૂગગ્રસ્ત ડોડવા અને દાણાને સરળતાથી અલગ કરી શકાય છે.
• વેક્યુમ પેકિંગ જેવી આધુનિક અને સુધારેલી પેકેજિંગ તકનીકો અપનાવવાથી મગફળી અને તેની પેદાશોને આફલાટોક્સિનનાં ચેપથી બચાવી શકાય છે.