તળાજાથી અમરેલી જઈ રહેલ મગફળીથી ઓવરલોડ ભરેલો એક આઇસર ટ્રક વહેલી સવારે નાના વિસાવદર નજીક અચાનક પલટી મારી ગયો હતો. ટ્રક પલટી જવાને કારણે રોડ પર મગફળીના બાચકા વેરવિખેર થઈ ગયા હતા, જેના લીધે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટા વાહનો અટવાઈ પડ્‌યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી મશીન બોલાવીને રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આશરે બે કલાકની જહેમત બાદ ટ્રક અને મગફળીને રોડ પરથી હટાવી લેવાતા વાહનવ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો.