સુપ્રીમ કોર્ટે મદુરાઇના તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવા પ્રગટાવવાના હાઇકોર્ટના આદેશને પડકારતી તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જાયમલ્યા બાગચીની બેન્ચે રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલની દલીલો સાંભળી અને કહ્યું કે અરજીને વિચારણા માટે અલગ બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ કરવામાં આવશે.મદ્રાસ હાઈકોર્ટે તિરુપ્રાંકુન્દ્રમ ટેકરી પર સ્થિરત અરુલમિઘુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરના ભક્તોને પરંપરાગત કાર્તિગાઈ દીપ પ્રગટાવવાની પરવાનગી આપી હતી. દરગાહની નજીક સ્થિરત પથ્થરનો દીવો, “દીપથૂન”, વિવાદનું મૂળ છે. ગુરુવારે, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે મદુરાઈ જિલ્લા મેજિસ્ટ્રેટ અને શહેરના પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી આંતર-કોર્ટ અપીલને ફગાવી દીધી, જેમાં ભક્તોને દીવા પ્રગટાવવાની પરવાનગી આપવામાં આવી. તમિલનાડુ સરકારે આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જાહેરાત ૧ ડિસેમ્બરના રોજ, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટીસ જી.આર. સ્વામીનાથનની સિંગલ બેન્ચે ચુકાદો આપ્યો કે દીપથૂન પર દીવા પ્રગટાવવાની જવાબદારી અરુલમિઘુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરની છે. તેમણે એમ પણ કહ્યું કે આમ કરવાથી નજીકના દરગાહ અથવા મુસ્લિમ સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન થતું નથી. જા કે, સિંગલ બેન્ચના આદેશ છતાં, દીવા પ્રગટાવવામાં આવ્યા ન હતા. ૩ ડિસેમ્બરના રોજ, બેન્ચે ભક્તોને દીવા પ્રગટાવવાનો નિર્દેશ આપ્યો અને તેમની સુરક્ષા ઝ્રૈંજીહ્લ ને સોંપી. મદુરાઈના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરે સિંગલ બેન્ચના આદેશ સામે આંતર-કોર્ટ અપીલ દાખલ કરી. જાકે, હાઈકોર્ટે અપીલ ફગાવી દીધી.