સોશિયલ મીડિયાની આડઅસરનો એક કિસ્સો રાજુલા પંથકમાં નોંધાયો હતો. યુવકે તેની મંગેતરને સગાઈ તોડી નાખવાની ધમકી આપી કપડાં કઢાવીને પ્રાઇવેટ પાર્ટ બતાવતી હોય તેવો વીડિયો બનાવવા મજબૂર કરી હતી. ઉપરાંત જો તેની સાથે નહીં ભાગે તો વીડિયો વાયરલ કરવાની તેમજ તેના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતીએ રાજુલાના ઉંટીયા ગામના કનુભાઈ બાઘાભાઈ વાઘ નામના યુવક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના મંગેતર આરોપી કનુભાઇએ સગાઇ તોડી નાખવાની ધમકી આપી તેના કપડાં કઢાવીને પ્રાઇવેટ પાર્ટ બતાવતી હોય તેવો વીડિયો બનાવડાવીને પોતાના વોટસએપમાં મંગાવ્યો હતો. બાદમાં તેની તથા આરોપીની સગાઇ તૂટી ગઈ હતી. જેથી તેની સાથે ભાગી જવાનું કહ્યું હતું અને જો ભાગે નહિં તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ આ વીડિયો બાબતે કોઇને વાત કરીશ તો તેના ભાઇને મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેણે મોકલેલો અંગત વીડિયો સમાજમાં તેની આબરૂ જતી રહે તે માટે કોઇ પણ રીતે વોટ્‌સએપ દ્વારા વાયરલ કરીને સમાજમાં બદનામ કરી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના
પીઆઈ વી.એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.