મુંબઈના ગોવંડી વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક યુવક જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો તેણે તેની મંગેતર પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર તેની મંગેતર દ્વારા છેડતીનો આરોપ હતો. યુવકે ફેસબુક લાઈવ પર આવીને પોતાનો મત વ્યક્ત કર્યો અને પછી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાથી બધા ચોંકી ગયા છે અને હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર સંદીપ પાસવાન નામનો યુવક મુખ્યત્વે ઝારખંડનો હોવાનું કહેવાય છે. તેણે ફેસબુક લાઈફ પર માનસિક ત્રાસ હોવાની વાત કર્યા બાદ ગત મંગળવારે મુંબઈના ગોવંડી વિસ્તારમાં આત્મહત્યા કરી લીધી હતી. સંદીપ પાસવાને તેની મંગેતર સપના પાસવાન અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે સંદીપ આ મહિલાને તેના સંબંધી દ્વારા વર્ષ ૨૦૧૮માં મળ્યો હતો. થોડા સમય પછી બંને નિયમિત મળવા લાગ્યા. આ દરમિયાન તેણે વર્ષ ૨૦૨૧માં સપનાને કેટલાક કામ માટે ૧૨.૫ લાખ રૂપિયા પણ આપ્યા હતા. જાકે, થોડા સમય બાદ યુવકને શંકા જતાં તેણે તેના પૈસા પરત માંગ્યા હતા. આ પછી મહિલા અને તેના પરિવાર દ્વારા સંદીપને મુંબઈ બોલાવવામાં આવ્યો હતો જ્યાં આવ્યા બાદ તેની સામે નેહરુ નગર પોલીસ સ્ટેશનમાં છેડતીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મહિલા અને તેના પરિવાર પર ગંભીર આરોપોએવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે પોલીસને પોતાનું બેંક સ્ટેટમેન્ટ અને દસ્તાવેજા બતાવ્યા અને તેણે હજારીબાગ કોર્ટમાં મહિલા અને તેના પરિવાર વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો. આ બધી બાબતોથી પરેશાન સંદીપ પાસવાને મંગળવારે મુંબઈના ગોવંડી વિસ્તારમાં ફેસબુક લાઈવ પર મહિલા અને મહિલાના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા અને પછી આત્મહત્યા કરી લીધી.
જા કે હાલ પોલીસ આ મામલાની અલગ અલગ અેંગલથી તપાસ કરી રહી છે. આ પછી જ જરૂર પડ્યે યુવતીના પરિવારને અથવા અન્ય કોઈને પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તપાસના આધારે આગળના આરોપો ઘડવામાં આવશે.