જૂનાગઢમાં થયેલા મોટા અકસ્માતોની સાથે અન્ય બે બાઇક અકસ્માતમાં પણ મૃત્યુ નોંધાયા છે
ગુજરાત રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતોની એક વણઝાર જાવા મળી છે, જેમાં ચાર અલગ-અલગ ઘટનાઓમાં કુલ ૭ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. છોટાઉદેપુર અને જૂનાગઢમાં થયેલા મોટા અકસ્માતોની સાથે અન્ય બે બાઇક અકસ્માતમાં પણ મૃત્યુ નોંધાયા છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક આવેલા તાંદલજા ગામ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે. વાસણા ગામના ત્રણ યુવકો બોડેલી ખાતે એક લગ્ન પ્રસંગમાં જવા માટે બાઇક પર સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી હતી આ અકસ્માતમાં ત્રણેય વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. ટક્કર એટલી જારદાર હતી કે મૃતકની બાઇક ઘટનાસ્થળથી ૬૦૦ મીટર દૂર મળી આવી હતી, જે ટક્કરની ભયાનકતા દર્શાવે છે. બનાવની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં પણ એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મેંદરડા પાસેના ગઢાળી ગામે મિત્રના લગ્નમાં આવેલા પાંચ યુવકો કપડાં લેવા માટે ગઢાળીથી મેંદરડા તરફ આવી રહ્યા હતા. મેંદરડા તાલુકાના અમરાપુર-ચાંદ્રાવાળી વચ્ચે રોડ પરના એક વળાંકમાં તેમની ફોર-વ્હીલ પરથી કાબૂ ગુમાવતા તે સીધી નદીમાં ખાબકી હતી. આ ગમખ્વાર ઘટનામાં મહિપાલ અશોકભાઈ કુબાવત (ગામ ચંદ્રવાડા, તા. માંગરોળ) અને કિશન લખમણભાઇ કાવાણી સહિત બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ મિત્રો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ભાવનગરના પાલીતાણા રોડ ઉપર પણ એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટોડી ગામના લોકો વેવિશાળ (સગાઇ) કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ટોડી ગામના પાટિયા પાસે તેમના આઇસર વાહનને અકસ્માત નડ્યો હતો. રસ્તા પર અચાનક નીલગાય આડી આવી જતાં આઇસરના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ૨૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક પાલીતાણાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, રાજ્યમાં અન્ય બે અલગ-અલગ અકસ્માતોમાં પણ બાઈક ચાલકોના મૃત્યુ નોંધાયા છે. ટૂંકા સમયગાળામાં થયેલા આટલા બધા અકસ્માતોને કારણે રાજ્યમાં માર્ગ સલામતીના નિયમોના પાલન અને વાહન ચાલકોની સજાગતા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.
દહેગામ રોડ ઉપર આવેલ સોલંકી પુરા ગામ નજીક ઝાડ ટ્રીમિંગની કામગીરી ચાલી રહી હતી. જેના કારણે સિંગલ પટ્ટી રોડ હોવાથી બે બસો ઊભી રહી હતી. દરમિયાન એક બાઈક ધ્વારા ઓવરટેક કરવામાં આવ્યું હતું. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ ડમ્પર ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. દરમિયાન ડમ્પર ના ચાલકે કાબુ ગુમાવી દેતા તમારે પાછળથી બસને ટક્કર વાવી હતી જેના લીધે બાદ પલટી ખાઈ ગઈ હતી આ બસમાં ૩૭ જેટલા મુસાફર હતા જેઓને સ્થાનિકોયો બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. મોટાભાગના લોકોને છે હાલમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને પોલીસ પણ તપાસ હાથ ધરી છે.







































