સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે આવેલ સુપ્રસિદ્ધ અને શિક્ષણ ક્ષેત્રે સદા અગ્રેસર રહેતા મુરલીધર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મંગલમ વિદ્યામંદિરનો ૧૪મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, મહામંડલેશ્વર જસુબાપુ હિપાવડલી, જયવીરનાથબાપુ મહાકાળી આશ્રમ હિપાવડલી, કથાકાર રવિરામબાપુ હરિયાણી જેવા સંતો, કથાકારો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટાભમોદ્રાના સરપંચ અને તાલુકા યુવા ભાજપ મંત્રી ભાવેશભાઈ ખૂંટ, ઠવી ગામના યુવા અગ્રણીઓ ભાવેશભાઈ ભુવા, અજયભાઈ ખુમાણ, તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરીયા, જિલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ગજેરા, પત્રકાર અમિતગીરી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં વાલીગણ, વિદ્યાર્થીઓ અને સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં શૈક્ષણિક સ્ટાફે ઘણી જહેમત ઉઠાવી હતી.