ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂપિયા ૫૦૦ કરોડનો કથિત ભ્રષ્ટાચાર મામલે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના નેતાઓને જવાબ આપ્યો છે. અર્જુન મોઢવાડિયાએ કરેલા આક્ષેપો પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે, ભ્રષ્ટ કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચારનો આરોપ શોભતો નથી, તેઓ કારણ વગર કોઈ આક્ષેપ ન કરે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે કાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સુરતમાં રિઝર્વ પ્લોટ મામલે આક્ષેપો કરેલા પરંતુ તેમની વાતને કોઈએ ધ્યાન ન આપતા આપ સૌને હું ધન્યવાદ આપું છું. મીડિયાએ પણ એમની વાતને પ્રાધાન્ય ન આપ્યું એ સત્યથી વેગળી હતી. મેં આજની પ્રેસ કોન્ફરન્સ જનતામાં અને મીડિયામાં સાચી હકીકત કેવી જોઈએ એ દ્રષ્ટિથી રાખી છે. કોંગ્રેસ દિલ્હીથી મળીને અહીંયા સુધી નિરાશ બની ગઈ છે અને કોંગ્રેસ બેબાકળી બની છે હતાશ બની ગઈ છે.
કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષથી સત્તામા નથી માટે ખોટા આક્ષેપ કરે છે. સુરતની જમીનો અમે બચાવી છે. મારા સંપર્કો અને મારી લોકપ્રિયતાના કારણે કોંગ્રેસ ઢંગધડા વગરના આક્ષેપ કરે છે. કોંગ્રેસ ૨૭ હજોર કરોડની જમીન જમીનદારો અને બીલ્ડરોને આપી હોવાનો આક્ષેપ કરી રહી છે. પરંતુ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની સ્થાપના ૧૯૭૮મા થઈ અને ૧૯૮૨ મા ટીપી પ્લાન પાસ થયો.
રૂપાણીએ જણાવ્યું કે, અમારી સરકારે સુડામાં કિંમતી જમીન બચાવી છે. જેમાં કોંગ્રેસ ભષ્ટ્રાચારના આક્ષેપો કરી શકે નહી. મારી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતાથી અકળાઈને કોંગ્રેસ આમ કરી રહી છે. સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના ૧૯૭૮ માટે કરવામાં આવી હતી. જ્યાં ૧૯૮૬ માં પ્રથમ ટીપી બનાવી હતી અને ૧૮૬ પ્લોટ રિઝર્વ રાખવામાં આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં રૂપાણીએ ૨૭૦૦૦ કરોડના ભષ્ટ્રાચારના આક્ષેપો સામે પોતે ૨૭૦૦૦ કરોડની જમીન સુડાની બચાવી હોવાનો દાવો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભાજપ અને મારી ઈમેજ બદનામ કરવાની કામગીરી કોંગ્રેસ કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, મારા સમયે ૨૦૨૦મા રીવાઈઝ ટીપી કરવામાં આવી, ૧૯૮૬ થી ૨૦૨૦ સુધી કોઈ ઝાજૂ કામ ન થયું હતું. અધિકારીઓના સૂચન પર ટીપી મંજૂર થઈ પણ બે ભાગમા મંજૂર થઈ હતી. બધા લોકો સાથે બેસી રીઝર્વેશન રદ્દ કર્યું. ત્યારબાદ અમારી પાસે ટીપી લઈને આવ્યા અને ટીપીમા સરકારને ૫૦ ટકા જમીન મળી. અમે ૨૭ હજોર કરોડની જમીન બચાવી છે. ૧૦૦ ટકા જમીન જવાની હતી. જેની સામે સુડાની ૫૦ ટકા જમીન બચાવી છે. ટીપી અમલ કરી છે. ૩૫ હેક્ટર વધારે જમીન સરકારને મળી છે. અમે ઝડપથી નિર્ણય કરવાના કારણે સરકારને જમીન બચી છે.
રૂપાણીએ જણાવ્યું કે, પ્રજોએ કોંગ્રેસને જોકારો આપ્યો છે. જેણા કારણે ભાજપની અને મારી ઈમેજને ઈફેક્ટ કરવા આવા પ્રયાસ થયા છે. કોંગ્રેસના આક્ષેપ બાબતે પણ મે મારા વકીલો સાથે ચર્ચા કરી છે. સુરતમાં જેતે સમયે મારૂ સન્માન થયું હતું. અમારી સરકારમાં ઝડપી નિર્ણય લેવાયા છે અને ૫૦ ટકા જમીન બચવાના કારણે બન્ને પક્ષે વિન વિન સિચુએશન થઈ. મારૂ કોઈ અંગત હીત ન હતું એના કારણે હું ઝડપી નિર્ણય કરી શક્યો. એટલું જ નહીં, તેમાં મારી જમીન પણ ન હતી કે મારા ભાગીદારની પણ જમીન ન હતી.
કોંગ્રેસ મારી લોકપ્રિયતાથી ગભરાયેલી છે, રાજીનામું આપ્યા પછી પણ મારી લોકપ્રિયતામાં વધારો થયો છે ઘટાડો થયો નથી, એટલે જ કોંગ્રેસ આ પ્રકારના આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસમાં પૂર્વ યોજિત અને ફ્રેમવર્ક સાથે કામ ચાલે છે. કોંગ્રેસ સિવાય કોઈ હોય એવું હું માનતો નથી, ભાજપમાં કોઈ પણ કામ કરે એવું માનવા તૈયાર નથી.
નોંધનીય છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂપિયા ૫૦૦ કરોડનો કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. આ મુદ્દે વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ લગાવીને બદનામ કરવાનું આ રાજકીય કાવતરૂ છે. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યાં છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કોંગ્રેસની ચાલ છે. ત્યારબાદ આજે આ વિશે મહ¥વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.