કોલકાતા હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ઈડી-સીબીઆઈએ ભ્રષ્ટિચાર સંબંધિત મામલામાં ૧૦૦ ટકા સજા કરાવવાનો પ્રયાસ કરવો જાઈએ.જેથી કરીને લોકોમાં ન્યાય માટે વધુ ભરોસો બેસે અને ગુનેગારો ખોટા કામ કરતા અટકે. કલકત્તા હાઈકોર્ટે ભ્રષ્ટિચારના મામલાઓ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્તીગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) જેવી એજન્સીઓએ ભ્રષ્ટિચારના કેસોમાં દોષિત ઠરવાનો દર લગભગ ૧૦૦ ટકા બનાવવાનો પ્રયાસ કરીને જાપાન અને સિંગાપોર જેવા વિકસિત દેશોને અનુસરવું જાઈએ.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ દેશોમાં દોષિત ઠરવાનો દર લગભગ ૮૦ ટકા હતો જેણે દેશને ભ્રષ્ટિચાર મુકત બનાવ્યો હતો.જસ્તીસ જાયમાલ્યા બાગચી અને જસ્તીસ અજય કુમાર ગુની ખંડપીઠે નોકરી બદલ રોકડ ભરતી કૌભાંડના આરોપી કુંતલ ઘોષની જામીન અરજીની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તમને જણાવી દઈએ કે ઈડી આ મામલાની તપાસ કરી રહી છે.તપાસ અને ન્યાયિક પ્રક્રિયા જલ્દી પૂર્ણ થવી જાઈએ
કોર્ટે કહ્યું કે ભ્રષ્ટિચારના આરોપોની ઝડપથી તપાસ થવી જાઈએ અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થવી જાઈએ, નહીં તો દેશ કયારેય ભ્રષ્ટિચારથી મુકત થઈ શકશે નહીં. યારે ડેપ્યુટી સોલિસિટર જનરલ ધીરજ ત્રિવેદીએ આ કેસમાં રિપોર્ટ ફાઈલ કરવા માટે સમય વધારવાની માંગ કરી ત્યારે કોર્ટે કહ્યું કે આવા મોટા ભ્રષ્ટિચારના મામલાઓ પર તાત્કાલિક કાર્યવાહી થવી જાઈએ અને લોકોની યાદશકિતમાંથી તેને ઓસરવા દેવી જાઈએ નહીં.
કોર્ટે એવી પણ આશંકા વ્યકત કરી હતી કે એજન્સીના કેટલાક અધિકારીઓ આરોપીઓ સાથે મિલીભગતમાં હોઈ શકે છે. તે ડાયરેકટરને આવા આરોપોની તપાસ કરવા કહેશે. આ બાબતોને લાંબો સમય ચાલવા દો નહીં તો ભ્રષ્ટિચાર સામે લડતી સમગ્ર સંસ્થાની વિશ્વસનીયતા મજાક બની જશે. કોર્ટે ઈડીને રિપોર્ટ રજૂ કરવા માટે સમય આપ્યો છે