૨૦૨૫ ના નોબેલ પુરસ્કારની જાહેરાત સોમવારે શરૂ થઈ હતી. સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા સંસ્થામાં એક સમિતિ દ્વારા દવામાં પુરસ્કારની જાહેરાત સાથે તેની શરૂઆત થઈ હતી. મંગળવારે ભૌતિકશા†માં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ભૌતિકશાત્રમાં નોબેલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યો છેઃ જાન ક્લાર્ક, મિશેલ એચ. ડેવોરેટ અને જાન એમ. માર્ટિનિસ.એક દિવસ પહેલા, ત્રણ વૈજ્ઞાનિકો, મેરી ઇ. બ્રુન્કો, ફ્રેડ રેમ્સડેલ અને ડા. શિમોન સાકાગુચીને દવામાં તેમના યોગદાન બદલ નોબેલ પુરસ્કાર પ્રાપ્તકર્તા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ૧૯૦૧ થી ૨૦૨૪ ની વચ્ચે, ભૌતિકશાસ્ત્રોના ક્ષેત્રમાં આ સન્માન ૧૧૮ વખત આપવામાં આવ્યું છે. આજ સુધીમાં, ૨૨૬ વૈજ્ઞાનિકોને ભૌતિકશાત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, કૃત્રિમ બુદ્ધિના પ્રણેતા જાન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને મશીન લ‹નગના પાયા પરના તેમના કાર્ય માટે ભૌતિકશાત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.નોબેલ પુરસ્કાર જાહેરાતોની શ્રેણીમાં, રસાયણશાત્રમાં બુધવારે અને સાહિત્યમાં ગુરુવારે વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે જાહેર કરવામાં આવશે, અને અર્થશાત્રમાં નોબેલ મેમોરિયલ પુરસ્કાર ૧૩ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ પુરસ્કાર સમારોહ ૧૦ ડિસેમ્બરે યોજાશે, જે તેના સ્થાપક, સ્વીડિશ ઉદ્યોગપતિ અને ડાયનામાઈટના શોધક, આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ છે, જેનું ૧૮૯૬માં આજના દિવસે અવસાન થયું હતું. આ પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં ૧.૧ કરોડ સ્વીડિશ ક્રોનર (આશરે ૧.૨ મિલિયન યુએસ ડોલર)નું રોકડ ઇનામ છે.









































