સુજાતાએ શોર્ટઆઉટ કરેલો બે પ્રશ્નો તો “થાતા ભૂવા” જેવા બદાશાહ પાસે હતા ય નહી એક બે ગાળ બોલીને ફોન એણે કટ કરતા પહેલા અલ્ટીમેટમ આપ્યું: “બાઇ, એ તારો પ્રશ્ન છે. તારે જેમ કરવું હોય એમ. હું અડધી કલાક પછી ફોન કરૂ છું.” ફોન કાપી નાખ્યો. સુજાતાએ તિજારી ખોલી. પૈસા ગણ્યાં પાંચ લાખ જેવા હતા.. ઠીક છે. આગે આગે ગોરખ જાગે..” તેણે તેની કોલેજ ફ્રેન્ડ રાગિણીને ફોન લગાડયો. રાગિણીએ વાત સાંભળીને સુજાતાને પૂછયું: “ કેયુર શું કરે છે ? ” “એને મેં સૂવડાવી દીધો છે.” ઓ.કે.. હું તેને ફોન કરીને વાત કરૂં છું ” રાગિણીએ કહ્યું.

અડધી પોણી કલાક વીતી કે ફોન આવ્યો “પૈસાની વ્યવસ્થા થઇ ગઇ ? ” “પૈસાની વ્યવસ્થા ?” સુજાતા હસી: “પૈસાની વ્યવસ્થા કરવામાં જ છું પણ આપણે જે સોદો કરવાનો છે તેનો હેતુ ફેરવી નાખીએ. પૈસા તો તમને તોય મળી જ જશે. પણ કામગીરી હેતુફેર કરવી પડશે.”
જવાબમાં સુજાતા હસી. બાદશાહ ચમકયો સાલ્લી, આ તો હસે છે ! અત્યારે તો એણે ફોનમાં રડવું જોઇએ. સુજાતાની પ્રતિક્રિયા જોઈને તેને ગુસ્સો જ આવી ગયો : “સાલ્લી, રડવાના સમયે તું હસે છે ?”
“તો શું કરૂં ? એલા, તે મને હસવાનો અવસર આપ્યો છે તો હસુ નહીં તો રડું ? અરે, આ અવસરની તો હું રાહ જાતી હતી કે મારા કામમાં કોઇ સાથ આપે ! ”
“ કેવો સાથ ? શેનો સાથ ?” “એ તને પછી સમજાવું પણ તું પહેલા આ ફોન લઇને જ્યાં હો ત્યાંથી ઠીક છે..” “હા ઠીક છે..” “બાદશાહ સુજાતાની સૂચનાને અનુસરવા માંડયો. સુજાતાએ કહ્યું : “ગ્રેટ જાબ કે તે મારા પતિનું કિડનેપીંગ કર્યું એ માટે હાર્ટલી થેન્કસ. હવે મૂળ મુદ્દા ઉપર વાત લાવું તે સાંભળ…” સુજાતાએ આગળ કહેવા માંડયું: “ હું મારા પતિની બીજી પત્ની છું એ તને ખબર નથી. મારા પતિની પહેલી પત્ની એટલે કે મારી બેન આગમાં ઓલવાઇ ગઇ, એનું વજુદ મારો પતિ જ છે કારણ કે એની આંખ મારી ઉપર હતી. અમે ગરીબ મા – બાપની દીકરીઓ અને અમારો બાપ મારા પતિના બાપની દુકાન હતી ત્યારે ત્યાં મહેતાજી તરીકે નોકરી કરતો હતો પણ “મહેતાજી” નામનો જ હતો. પણે વેઠિયો મજૂર હતો. તેણે મારા બાપને એક બિસ્કીટ ચોકલેટની નાનકડી હાટડી કરી દીધી અને મારો બાપ તેના પગ ધોતો થઇ ગયો. વાસ્તવમાં શું બન્યુ એ ખબર નથી પણ મારી મોટી બેન સળગી ગઇ અને બે ચાર મહિના પછી એના બાપે આ શેતાનના કહેવાથી મારા બાપ પાસે મારૂં માગું નાખ્યું અને મારો બાપ ઉપકારના બોજા હેઠળ ના ન પાડી શક્યો. એ ઉંમરે હું તો નછોરવી બાવીસ વર્ષની હતી અને એ પાકટ ત્રીસ વર્ષનો. હું એક છોકરાને પ્રેમ કરતી હતી. કોલેજ પૂરી થાય એટલે અમે ભાગીને લગ્ન કરવાના હતા પણ મારા બાપે મારા સપના રોળી નાખ્યા. મારે મારા પ્રેમને તરછોડવો પડયો અને આ પાકટ સાથે લગ્ન કરવા પડયા પણ હવે રસ્તો સાવ સાફ છે..” સુજાતાએ બાદશાહનો તાગ લેતા કહ્યું: “ તું સમજ્યો ? ”
“મારો પ્રેમી હજી કુંવારો જ છે અને અમારી વચ્ચે…” વાક્ય અધૂરૂં રાખીને સુજાતાએ તેનો તાગ લેવાનું શરૂ કર્યું: “તને સમજાય છે ને ? પણ મારા પતિને જાણ નથી. પણ જાણ થશે ત્યારે એ અમને જીવતા દાટી દે એવો ખૂંખાર છે. આતો તે એનું કિડનેપીંગ કર્યું એટલે એ ગોરી ગાય જેવો લાગતો હશે પણ મારો રસ્તો સાફ થઇ ગયો. અત્યારે મારા પ્રેમીને ફોન કરીને મેં કિડનેપીંગની સઘળી બાબત જણાવી દીધી છે. મારી પાસે પ૦ હજાર છે. પ૦ હજારની વ્યવસ્થા મારો પ્રેમી કરશે. એક લાખ… પૂરા એક લાખ તને મળે કે તરત તારે મારા પતિને ટપકાવી દેવાનો છે. બોલ, સોદો મંજુર છે ? એડવાન્સમાં પચાસ હજાર તું કહે ત્યાં પહોંચાડી દઉં…” બાદશાહના મોઢે ગાળ આવી ગઇ અને પછી ખડખડાટ હસી પડયો. સામે ઉભેલા તેના ફોલ્ડરિયા આશ્ચર્યચકિત થઇ તેની સામે તાકી રહ્યા. ફોન કટ કરીને તે અંદર આવ્યો ત્યારે હકો બોલ્યો: “બોસ, આગળનો શું હુકમ છે ? રાત વીતી ગઇ છે અને તમારે હજી જમવાનું ય બાકી છે.” બાદશાહે કહ્યું:“ બધો સંકેલો કરો. શિકારને હજી આઘે લઈ જવાનો થશે. અહીંયા એક ખીલી જેટલુંય એંધાણ રહેવું ન જોઇએ કે આપણે શેઠને અહીં ગોંધી રાખ્યો હતો.”
“જી બોસ.” હકાએ જવાબ તો વાળ્યો પણ મનમાં ઊગેલા પ્રશ્ને પણ વાચા આપી: “બોસ, પોલીસનું લફરૂં ઊભું થયું છે કે શું ?” “લફરૂં છે પણ પોલીસનું નથી પ્યારનું છે.” સામે બંધાયેલા ચમન સામે
જોઇને કહ્યું: “અને એ લફરાની તને તો ખબર જ નહીં હોય કે તારી પત્ની કોલેજ કરતી વખતે ઇન્દ્રજીત નામના છોકરાનાં ગળાડૂબ પ્રેમમાં હતી. અત્યારે તને છોડાવવાના ત્રણ કરોડને બદલે તને ટપકાવી દેવાની લાખ રૂપિયા સોપારી મને આપે છે બોલ શું કરૂં ? જીવતો છોડું કે પતાવી દઉ ? ” આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયેલા ચમને કહ્યું: “તમારે જે કરવું હોય એ. બાજી તમારા હાથમાં છે પણ મારી પત્નીએ બીજું શું કહ્યું એ તો કહો…” આંખો અને ચહેરા ઉપર લાચારી દર્શાવતા ચમનનાં મોઢામાંથી એક ગાળ છૂટી. બાદશાહ હસી પડયો બોલ્યો: “એ એમ કહેતી હતી કે તને ટીચકાવ્યા પછી પેલા સાથે એ ભાગી જવાની છે. અત્યાર સુધી બસ રસ્તો સાફ થવાની રાહ જાતી હતી.” બાદશાહ તેની સામું એકધારૂં તાકી રહ્યો પછી બોલ્યો: “હવે બોલ તારી મરજી..”
“બાજી તમારા હાથમાં છે અને આમ પણ હવે જીવીને કરવાનુંય શું ? વગર મોતે મરવાનું જ છેને ? બાયડીના આવા કાળા કરતૂત સાંભળીને કોઇપણ પુરૂષ કટકે કટકે મરવાનો ને ? હા, એકવાર ઇન્દ્રજિત મારા હાથમાં આવી જાય એટલે એનો તો ટોટો પીસી નાખું અને પછી ?… પછી મારી બાયડીનેય !! એ પણ જીવતી નહીં રહે મારા હાથમાંથી …” ચમનના ચહેરા ઉપર ખુન્નસ છવાઇ ગયું. બાદશાહ તેને તાકી રહ્યો અને પછી અટ્ટહાસ્ય કરતો રહ્યો.
—-
અડધી કલાક પછી સુજાતાનો સેલફોન ગૂંજયો: “ સોદો મંજૂર છે પણ… સાંભળ…” બાદશાહ એક એક શબ્દ જાખી જોખીને બોલતો હતો: “ એક લાખ નહીં પણ પૂરા પાંચ લાખ ! એક લાખમાં લાલ હાથ મારે કરવા નથી. કાલ સવારે પોલીસનાં લફરાં થાય તો ફાંસીએ તારે નહીં પણ મારે જ ચડવાનું થાય. મેં તારા પતિને પૂછયું છે કે ઘરમાં કેટલા પડ્યા છે ? તો એણે કહ્યું કે પાંચ લાખ ઘરમાં જ પડયા છે. એટલે તું અમને મૂરખ નહીં માનતી. એમ તો પાંચ લાખનું તો તારી પાસે ઘરેણું ય હશે. એ બધું મળીને… તું સમજી ગઇ ? તું કબાટ સાફ કરીને મને આપીશ તો તારો રસ્તોય સાફ થઇ જશે પણ જા ચાલાકી કરી તો… તારૂં ભોપાળુ તારા પતિ પાસે ખુલ્લું પડી જશે. ફોન રેકોર્ડ થાય છે. એ સમજજે ઇનશોર્ટ આવતી કાલે સવારે ભાવનગર થી વેરાવળ જતી ટ્રેનમાં ચિતલથી બેસવાનું છે. ચિતલથી સાતની આસપાસ ટ્રેન… તને મળશે પણ એ પહેલા… પાંચ લાખ રોકડા અને પાંચ લાખનું ઘરેણું મુકવા માટે તને વહેલી સવારે એક કાળો રેકઝીનનો થેલો મળશે. એ થેલામાં બધુ ભરી ઉપર સફેદ કપડું ઢાંકવાનું છે, યાદ રાખજે કપડું ઢાંકી છેલ્લો અથવા છેલ્લેથી પહેલો ડબો યાદ રાખવાનો છે કારણ કે એમાં જ તારે બેસવાનું છે. તારે લાલ કલરની કોઇપણ ડીઝાઇનવાળી સાડી પહેરવાની છે સાથે તારો બોડીગાર્ડ… આઇ મીન તારા દીકરાને લેવાનો છે. મા દીકરો બન્ને ફરજિયાત છો. તું આ બધી તૈયારી અત્યારે કરવા લાગી જા. પાંચ વાગ્યે અમરેલીમાંથી નીકળીશ તો જ તું છ વાગ્યે ચિતલ રેલ્વે સ્ટેશને પહોંચી શકીશ. ત્યાં તને આ બધી શરતો મંજૂર હોય તો મને ઓ.કે. નો મેસેજ કરજે બાકી તો પછી…”
ફોન કટ થયા પછી સુજાતાએ એક ઘાને બે કટકા જેવી ગાળો બાદશાહને ચોપડી દીધી. ફોન હજી પૂરો કર્યાને મિનિટ નહીં થઇ હોય ત્યાં જ મેસેજ આવ્યો: “ઓ.કે. ? મારી બધી શરત ઓ.કે. હોય તો જ આગળ વધીએ. બાકી તો !” તેણે લખવું પડયું: ઓ. કે. ! ”
રાત તો આખી અજંપામાં જ ગઇ. વહેલી સવારે પાંચ વાગ્યે છાપું નાખવા આવતા બાબુએ દરવાજા ખખડાવ્યો. સુજાતાને ધ્રાસ્કો પડયો: ચમન આવી ગયા કે શું ? ” તે હડી કાઢીને દરવાજે ગઇ તો બાબુ છાપાવાળો એક થેલો તેને અંબાવતા બોલ્યો: “ બેન, તમારા દરવાજે આ એક થેલો પડયો હતો. આ તો સારું થયું કે મારી નજર ગઇ નહીંતર તો કંઇક ઠાંગી જાત લ્યો…”
બાદશાહને બબ્બે મણની ગાળો ચોપડતી ચોપડતી એણે થેલો હાથમાં લીધો. બાબુ સ્મિત કરીને સાયકલ લઇને ચાલતો થયો. વચ્ચે વચ્ચે રાગિણીના ફોન આવતા હતા અને સુજાતા વાતો કરી લેતી હતી. હવે બહુ ઝાઝી વાર નહોતી. તેણે કેયુરને જગાડયો: “મારા પપ્પા હજી નથી આવ્યા ?” આંખો ચોળતો ચોળતો કેયુર દરેક રૂમમાં ફરી વળ્યો પણ ચમનને કયાં જાયો નહીં.
“તું ઝડપથી તૈયાર જઇ જા. આપણે અડધી કલાકમાં જૂનાગઢ જવાનું છે તારા પપ્પા ત્યાં ફસાઇ ગયા છે. ”
“પપ્પાને શું થયું ? ”
“એક મોટો એકસીડન્ટ થયો છે. જૂનાગઢ દાખલ કર્યા છે ચલ, ઝડપ કર…”
ભોળો, ભલો, નિર્દોષ અને સાવ ગભરૂ શો કેયુરના ચિતમાં જાણે વીજળી પડી, એક ખળભળાટ થયો. એ દસ મિનિટમાં તૈયાર થઇ ગયો. મા – દીકરો જેમ તેમ કરીને લફડફફડ કરતા પોણા સાતે ચિતલ રેલ્વે સ્ટેશને પહોંચ્યા, ત્યારે હજુ ટ્રેન આવી ન હતી. (ક્રમશઃ)