મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ખુબ હોબાળા અને બબાલ બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. ‘શિક્ષણ બચાવો , દેશ
બચાવો’ અભિયાન માટે સીએમ હાઉસને ઘેરવાની કોશિશ કરી રહેલા NSUI કાર્યકરો અને તેમના સમર્થકોએ પોલીસ સાથે ધક્કામુક્કી કરી. ત્યારબાદ પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો.
વાત જોણે એમ છે કે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનના નેતા પ્રદેશ કાર્યાલયમાં ભેગા થયા હતા. આ દરમિયાન મધ્ય પ્રદેશની ભાજપ સરકારની વિદ્યાર્થીઓ વિરોધી નીતિઓ વિરુદ્ધ કાર્યક્રમની રૂપરેખા બનાવવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલાથ પણ હાજર રહ્યા હતા.
જો કે આ બધા વચ્ચે કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસ પ્રશાસને મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા કરી હતી. પોલીસે પહેલા વિદ્યાર્થી નેતાઓને સમજોવવાની કોશિશ કરી પરંતુ જ્યારે વાત ન બની તો સતત હંગામો વધતો રહ્યો અને પોલીસે બળ પ્રયોગ કર્યો.