આ બધા પદાર્થોમાં સમયની સાથે ગુણ પરિવર્તન થાય છે. તેથી સવારે ગુણ કરતા હોય પણ સાંજે અવગુણ કરતા હોય.
તેથી આ પદાર્થો સાંજના ભોજનમાં હોતા નથી.
ભોજનની સાથે કોલ્ડ્રીંક્સ પીવું કે નહીં ?
ભોજનની સાથે કોલ્ડ્રીંક્સ બિલકુલ ન પીવાય. ભોજનમાં જે કોઈ પ્રવાહી હોય તે ઉષ્ણ હોય. ઠંડું પાણી પણ ન જ પીવાય. તેથી તો જમીને પાણી પીવાની મનાઈ છે. કોલ્ડ્રીંક્સ ઉનાળામાં અથવા ગરમીમાં કોઠો શીતળ થાય એ માટે પીવાનું હોય છે. ભોજન સાથે તો એ વિરુદ્ધ આહાર ગણાય.
હૃદયરોગમાં ડાક્ટરો ઘી ખાવાની ના પાડે છે એમાં કેટલું તથ્ય છે ?
આયુર્વેદમાં ઘીને આયુષ્યનો પર્યાય ગણવામાં આવ્યું છે. ‘ધૃતમાયુઃ’- ઘી જ આયુષ્ય છે. ઘી ઓજગુણ ધરાવે છે. ઘી ખાનારનાં હાડકાં વૃદ્ધાવસ્થામાં પણ મજબૂત રહે છે.
પરંતુ આ ઘી એટલે દેશી ગાયનું વલોણાનું ઘી. જર્સીનું, ભેંસનું, ડેરીમાં થતી પ્રક્રિયાથી બનેલું ઘી આવા ગુણો ધરાવતું નથી. તેથી એવું ઘી ખાવાની તો સાજા સારા લોકોને પણ મનાઈ છે. સાચું ઘી કોઈ રીતે નુકસાન કરતું નથી. બધી રીતે ફાયદો જ કરે છે.
શુદ્ધ આહાર મળે જ નહીં તો શું કરવું ? મજબૂરીમાં પણ જે મળે તે ખાવું જ પડે છે.
મજબૂરીમાં ખાવું પડે છે તે વાત સાચી પરંતુ આપણે મજબૂરી દૂર કરવા માટે કશું કરતા નથી. ખરેખર તો અન્ન અને આહારની બાબતમાં મોટું વ્યાપક આંદોલન ચલાવવાની જરૂર છે.
સમજવા જેવી વાતો ઃ
કપમાંથી ઢોળાઈને કપ બહારથી ચાવાળો બની જાય એ ફુવડપણું દર્શાવે છે.
ભીના પ્યાલામાં પાણી કે ચા આપવી એ પણ ફુવડપણું દર્શાવે છે.
ટ્રે ભીની હોય, એમાં ચા ઢોળાયેલી હોય અને એમાં ચાના કપ મૂકીને લઇ આવે એ વ્યક્તિ અણઘડ કહેવાય.
ચા, શરબત, શાક, દાળ, રાયતું વગેરે વારે વારે ચાખવાં પડે એ ફુવડપણાની નિશાની છે.
સાફ કરવા માટે વાસણ ચોકડીમાં મૂકે ત્યારે એમાં પાણી ન નાખે અને પછી સુકાઈ ગયા પછી પતરું અથવા ઈંટનો ટુકડો લઈને વાસણ ઘસ્યા જ કરે એની અક્કલ ઓછી છે એમ કહેવાય. જિન્સનું પેન્ટ અને પોલિએસ્ટરનું શર્ટ એક સાથે સાબુના પાણીમાં બોળે અથવા વાશિંગ મશીનમાં ધોવા નાખે એની અક્કલ ચરવા ગઈ છે એમ કહેવાય.
આભાર – નિહારીકા રવિયા